મુંબઈમાં પોતાના પર્ફોર્મન્સ પહેલા કોલ્ડપ્લે બેન્ડના ગાયક ક્રિસ માર્ટિન તેની ગર્લફ્રેન્ડ સાથે બાબુલનાથ મંદિરની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન બંનેએ પરંપરાગત પોશાક પહેર્યો હતો. તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
મંદિરમાં દર્શન કરતી વખતે ક્રિસ ભારતીય વસ્ત્રોમાં જોવા મળ્યો હતો. તે ડાકોટા સાથે મંદિર ગયો હતો, આ દરમિયાન તેણીએ એક સિમ્પલ પ્રિન્ટેડ સૂટ પહેર્યો હતો. ક્રિસે ગળામાં રુદ્રાક્ષનો હાર પહેર્યો હતો અને ડાકોટાએ તેનું માથું સ્કાર્ફથી ઢાંક્યું હતું. બંનેના સાથે જોવા મળવાથી 2024 થી ચાલી રહેલી તેમના બ્રેકઅપની અફવાઓનો અંત આવ્યો; બંને 2017 થી સાથે છે.
હિન્દુ પરંપરાને ધ્યાનમાં રાખીને, ક્રિસ માર્ટિને ભગવાન નંદીના કાનમાં કંઈક કહેતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ દિવસે છે કોન્સર્ટ
ક્રિસ માર્ટિન તેમના બેન્ડ કોલ્ડપ્લેના મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર માટે ભારતમાં છે. યુકે બેન્ડ 18, 19 અને 21 જાન્યુઆરીએ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે પર્ફોર્મ કરશે. ચંદીગઢના રહેવાસી દ્વારા કાર્યક્રમ દરમિયાન બાળકોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરતી ફરિયાદ બાદ થાણે જિલ્લા સત્તાવાળાઓએ 14 જાન્યુઆરીએ કોન્સર્ટ આયોજકો, કોલ્ડપ્લેના ફ્રન્ટમેન ક્રિસ માર્ટિન અને કાર્યક્રમના ટિકિટિંગ પાર્ટનર બુકમાયશોને નોટિસ ફટકારી હતી. નોટિસ બાદ, ચેતવણી આપવામાં આવી હતી કે આવા શોમાં અવાજનું સ્તર 120 ડેસિબલથી વધુ ન હોવું જોઈએ. જો નિયમોનું પાલન નહીં થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ દિવસે સ્ટ્રીમ થશે
કોલ્ડપ્લે કોન્સર્ટનું 26 જાન્યુઆરી, 2025 ના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ખાસ લાઇવ પ્રસારણ કરવામાં આવશે. હોટસ્ટારનો દાવો છે કે તેનું સારી ગુણવત્તામાં જીવંત પ્રસારણ કરવામાં આવશે જેથી લોકો કોન્સર્ટનો આનંદ માણી શકે.