મોરબી બ્રિજ અકસ્માત: ગુજરાત હાઈકોર્ટનો ઓરેવા કંપનીને મૃતકોના સંબંધીઓને 10-10 લાખનું વળતર આપવા આદેશ

ગુજરાત હાઈકોર્ટે ઘડિયાળ બનાવતી કંપની ઓરેવા ગ્રૂપને મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક વ્યક્તિના સંબંધીઓને વચગાળાના વળતર તરીકે રૂ. 10 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે કહ્યું કે આ અકસ્માતમાં ઘાયલોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે. તમને જણાવી દઈએ કે ઓરેવા ગ્રૂપે મંગળવારે ગુજરાત હાઈકોર્ટમાં ઓફર કરી હતી કે તે મોરબી બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને કુલ પાંચ કરોડ રૂપિયાનું ‘વચગાળાનું’ વળતર ચૂકવશે.

ઓરેવા જૂથને અહીં મચ્છુ નદી પરના પુલના સમારકામ અને સંચાલનની કામગીરી સોંપવામાં આવી હતી. જોકે, કોર્ટે કહ્યું કે કંપની દ્વારા કરવામાં આવેલી ઓફર ‘વાજબી’ નથી. ગયા વર્ષે 30 ઓક્ટોબરે મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]