નવી દિલ્હીઃ દર વર્ષે 5 ડિસેમ્બરના રોજ વિશ્વભરમાં વર્લ્ડ સોઈલ ડે મનાવવામાં આવે છે. આ દિવસ જન સંખ્યા વધવાના કારણે વધી રહેલી સમસ્યાઓને ઉજાગર કરે છે. આ કારણે માટીના ધોવાણને ઓછું કરવું જરુરી છે અને આ દિશામાં કામ કરવું જરુરી છે કે જેથી ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. માટીનું નિર્માણ વિભિન્ન રીતે ખનિજ, કાર્બનિક પદાર્થ અને વાયુથી થાય છે. આ જીવન માટે મહત્વપૂર્ણ હોય છે કારણ કે આનાથી છોડનો વિકાસ થાય છે અને ઘણા કીટકો માટે તે રહેવાની જગ્યા છે.
માટીના થતા નુકસાન મામલે જાગૃતતા વધારવા માટે 5 ડિસેમ્બરના રોજ વિશ્વ સોઈલ ડે મનાવામાં આવે છે.
2002 માં ઈન્ટરનેશનલ સોઈલ સાયન્સ એસોસિએશને 5 ડિસેમ્બરના રોજ દર વર્ષે વર્લ્ડ સોઈલ ડે મનાવવાની ભલામણ કરી હતી. સાથે જ ખાદ્ય અને કૃષિ સંગઠને પણ વર્લ્ડ સોઈલ ડેની ઔપચારિક સ્થાપનાને વૈશ્વિક જાગૃતતા વધારનારા મંચના રુપમાં થાઈલેન્ડના નેતૃત્વમાં સમર્થન આપ્યું હતું. એફએઓના સંમેલને સર્વ સંમતિથી જૂન 2013 માં વર્લ્ડ સોઈલ ડેનું સમર્થન કર્યું અને 68 મા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આને અધિકારિક રુપથી મનાવવા રજૂઆત કરી. ત્યારબાદ ડિસેમ્બર 2013 માં 68 માં સત્રમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 5 ડિસેમ્બરના રોજ વર્લ્ડ સોઈલ ડેના મનાવવાની જાહેરાત કરી. પહેલો વર્લ્ડ સોઈલ ડે 5 ડિસેમ્બર 2014 ના રોજ મનાવવામાં આવ્યો હતો.