ભાવિ રોગચાળાઓનો સામનો કરવા દુનિયા-સજ્જ નથીઃ UNAIDSની-ચેતવણી

ન્યૂયોર્કઃ એચઆઈવી અને એઈડ્સ રોગો અંગે સંયુક્ત યૂનાઈટેડ નેશન્સ સંસ્થાની સંયુક્ત સંસ્થા UNAIDS દ્વારા એક નવા અહેવાલમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે દુનિયાના દેશોના નેતાઓ જો ઘોર અસમાનતાની સમસ્યાનો નિવેડો નહીં લાવે તો આવતા 10 વર્ષમાં દુનિયાભરમાં 77 લાખ જેટલા લોકો એઈડ્સ સંબંધિત બીમારીથી મરી જશે. ભાવિ રોગચાળાઓનો સામનો કરવા દુનિયા ભયજનક રીતે સજ્જ નથી, એમ UNAIDS તરફથી ચેતવણી આપવામાં આવી છે.

1 ડિસેમ્બરે નિર્ધારિત ‘વર્લ્ડ એઈડ્સ ડે’ પૂર્વે UNAIDS સંસ્થાએ એક તાકીદ દર્શાવી છે અને જાહેર આરોગ્ય ઉપર ખતરા સમાન આ રોગનો 2030ની સાલ સુધીમાં અંત લાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સંસ્થાએ કહ્યું છે કે જો પરિવર્તનકારી પગલાં લેવામાં નહીં આવે તો દુનિયા કોવિડ-19ની કટોકટીમાં તો અટવાયેલી જ રહેશે અને  આવતા 10 વર્ષમાં દુનિયાભરમાં 77 લાખ જેટલા લોકો એઈડ્સ સંબંધિત બીમારીઓથી મરી જશે. ઉલ્લેખનીય છે કે, યૂએન ચિલ્ડ્રન્સ ફંડ (યૂનિસેફ) સંસ્થાએ અહેવાલ આપ્યો છે કે વર્ષ 2020માં વધુ 3,10,000 બાળકો એચઆઈવી ચેપનો શિકાર બન્યા હતા. અથવા એમ કહી શકાય કે દર બે મિનિટે એક બાળકને એચઆઈવી લાગુ પડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]