34% પાકિસ્તાનીઓ દિવસના રૂ.588ની-આવક પર જીવે છે

ઈસ્લામાબાદઃ વિશ્વ બેન્કે કહ્યું છે કે પાકિસ્તાનની કુલ વસ્તીના 34 ટકા લોકો દિવસની માત્ર 3.2 ડોલર અથવા પાકિસ્તાનના રૂપિયા 588ની આવક પર જીવે છે.

વોશિંગ્ટનસ્થિત વર્લ્ડ બેન્કે બહાર પાડેલા તેના એક અહેવાલમાં આમ જણાવવામાં આવ્યું છે. તેણે એમ પણ જણાવ્યું છે કે બેહિસાબ રીતે વધી ગયેલી મોંઘવારીને કારણે ગરીબો અને વંચિત પરિવારોનાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. ગરીબ લોકોને એમની પાસેના કુલ પૈસાનો આશરે અડધો ભાગ ખોરાક તથા વીજળીના વપરાશ પાછળ ખર્ચવો પડે છે. જેમની ખરીદશક્તિ પ્રતિદિવસ 3.2 ડોલર અથવા 588 રૂપિયા છે એવા લોઅર મિડલ-ક્લાસ વર્ગના લોકોની સંખ્યા આશરે 34 ટકા થવા જાય છે. પાછલા વર્ષમાં આ આંકડો 37 ટકા હતો.