નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હાર્લી-ડેવિડસન મોટરસાઈકલ પર આયાત શુલ્કને અડધું કરીને તેમણે ભારત સાથે એક ઉચિત સમજૂતી કરી છે પરંતુ અમેરિકી વ્હિસ્કી પર લાગનારા શુલ્કથી તે હવે નાખુશ છે.
ટ્રમ્પે હાર્લી ડેવિડસનની આયાત પર ભારત દ્વારા લગાવવામાં આવનારા ઉચ્ચ આયાત શુલ્કને અનુચિત ગણાવ્યું છે. તેમણે અમેરિકા આયાત કરવામાં આવતી ભારતીય મોટરસાઈકલ પર શુલ્ક વધારવાની ધમકી આપી જે બાદ ગત વર્ષે ફેબ્રુઆરીમાં ભારતે અમેરિકાથી આયાત કરવામાં આવનારા હાર્લી ડેવિડસન બાઈક પર આયાત શુલ્કને 50 ટકા ઘટાડી દીધો છે.
ગુરુવારના રોજ પારસ્પરિક વ્યાપાર અધિનિયમ પર વ્હાઈટ હાઉસમાં આયોજિત એક કાર્યક્રમમાં ટ્રમ્પે એક ગ્રીન બોર્ડ પર વિભિન્ન દેશો સાથે કરવામાં આવનારા વ્યાપારમાં ગૈરપારસ્પરિક શુલ્કોનું ઉદાહરણ રજૂ કર્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે મોટરસાઈકલના ઉદાહરણને જ જૂઓ ભારતમાં આના પર આયાત શુલ્ક 100 ટકા હતી. માત્ર બે મીનિટની વાતચીતમાં મેં તેમની પાસેથી આને 50 ટકા કરાવી લીધું. આ અત્યારે 50 ટકા છે જ્યારે અમેરિકામાં આયાત કરવામાં આવનારી મોટરસાઈકલ પર માત્ર 2.4 ટકા શુલ્ક લાગે છે. તેમ છતાં પણ આ એક ઉચિત સમજૂતી છે.
જો કે ટ્રમ્પે ભારત દ્વારા અમેરિકી દારુ પર લગાવવામાં આવનારા ટેક્સ પર નારાજગી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ભારતમાં ખૂબ ઉંચા શુલ્ક છે. તે ખૂબ વધારે શુલ્ક લગાવે છે. ટ્રમ્પે જણાવ્યું કે વ્હિસ્કી જ જોઈ લો ભારત તેના પર 150 ટકા શુલ્ક લગાવે છે અને અમને કંઈ મળતું નથી.
વ્હાઈટ હાઉસમાં વિધિ નિર્માતાઓ સાથે એક વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે પારસ્પરિક વ્યાપાર અધિનિયમ અમેરિકી કામકાજીઓને અન્ય દેશો સાથે એક સમાન અને ઉચિત સ્તર પર વ્યાપાર કરવાની સુવિધા આપશે.