વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં ગેરકાયદે પ્રવાસીઓને ઘૂસતાં રોકવા માટે દેશની દક્ષિણી મેક્સિકો સરહદ પર દીવાલ માટે ધન એકત્ર કરવા માટે તેઓ રાષ્ટ્રીય કટોકટી ઘોષિત કરવાની નજીક પહોંચી રહ્યા છે. રાષ્ટ્રીય કટોકટી ઘોષિત થવાથી ટ્રમ્પ કોંગ્રેસ પાસેથી મંજૂરી લીધા વગર જ દીવાલ ઉભી કરવાની દિશામાં આગળ વધી શકશે અને તેમને આપદા રાહત કોષ ધન દક્ષિણી મેક્સિકો સીમા પર દિવાલ બનાવવામાં ખર્ચ કરવાની કાર્યકારી શક્તિઓ મળી જશે.
ટ્રમ્પે એક કાર્યક્રમમાં કહ્યું કે સીમા સુરક્ષા પર વિપક્ષી ડેમોક્રેટ સાથે વાતચીત માત્ર સમયનો વેડફાટ છે. તેમણે અમેરિકી પ્રતિનિધિ સભાની અધ્યક્ષ નેંસી પેલોસી પર ખૂબ જ અડિયલ રહેવાનો અને ખરાબ રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો. તેમણે કહ્યું કે હું સમજુ છું કે તેઓ ખૂબ અડિયલ છે જેની મને આશા પણ હતી અને હું સમજુ છું કે તે દેશ માટે ખરાબ છે. તેમને ખ્યાલ છે કે આપને એક અવરોધક જોઈએ અને તેમને ખ્યાલ છે કે આપણે સીમા સુરક્ષાની જરુરિયાત છે.
દીવાલ બનાવવાની આટલી જરુરિયાત હોવા છતા તેઓ ખુલ્લી સરહદના પક્ષમાં છે, તેમને માનવ તસ્કરીની થોડિક પણ ચિંતા નથી. ટ્રમ્પે કહ્યું કે પેલોસી આ દીવાલના વિષય પર પોતાના વલણથી દેશ પર અબજો ડોલરનો બોજ નાંખી રહ્યા છે. તેમણે જણાવ્યું કે તેઓ આપણા દેશને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારી નજર કટોકટી તરફ છે કારણકે હું નથી સમજતો કે કંઈક થવા જઈ રહ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે હું સમજુ છું કે ડેમોક્રેટ સીમા સુરક્ષા નથી કરવા ઈચ્છતા. ત્યારે આ વચ્ચે પેલોસી કાર્યાલયે ટ્રમ્પ પર ધૃષ્ટતાપૂર્ણ નિવેદન આપવાનો આરોપ લગાવ્યો છે.