નવી દિલ્હીઃ ન્યૂઝીનેલ્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદોમાં શુક્રવારે અંધાધૂંધ ફાયરિંગ થયું જેમાંમાં 49 લોકોનું મૃત્યુ થયું. આપને જણાવી દઈએ કે સંદિગ્ધ બ્રેંટેન ટૈરેંટે મસ્જિદમાં ફાયરિંગ કર્યું અને ઈન્ટરનેટ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ કર્યું. આ હુમલો ત્યારે થયો કે જ્યારે મસ્જિદમાં ઘણાં લોકો ઉપસ્થિત હતાં. બ્રિટિશ મીડિયા અનુસાર હુમલાખોર બ્રિટિશ મૂળનો 28 વર્ષીય યુવક બ્રેંટન ટૈરેંટ છે જે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે.
આ સંદર્ભે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે ન્યૂઝીલેન્ડની મસ્જિદોમાં થયેલો આ નરસંહાર નથી દર્શાવતો કે વિશ્વમાં શ્વેત રાષ્ટ્રવાદ, એક વધતી સમસ્યા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના કાર્યાલયમાં કહ્યું કે સાચે જ એવું નથી લાગતું કે શ્વેત રાષ્ટ્રવાદ એક વધતી સમસ્યા છે. તેમનું માનવું છે કે આ લોકોનું એક નાનું ગ્રુપ છે જે શ્વેત રાષ્ટ્રવાદ ઈચ્છે છે.
હુમલાખોર ટૈરેંટે આ આતંકી હુમલા પહેલા એક મેનિફેસ્ટો લખ્યો હતો, જેમાં તેણે હજારો યૂરોપીય નાગરિકોની આતંકી હુમલામાં ગયેલા જીવનો બદલો લેવાની સાથે શ્વેસ વર્ચસ્વને કાયમ કરવા માટે અપ્રવાસીઓને બહાર કાઢવાની વાત કરી છે.
ન્યૂઝીલેન્ડના હુમલા બાદ ઈરાને પશ્ચિમી સરકારો પર ઈસ્લામોફોબિયાને વેગ આપવાનો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ ન્યૂઝીલેન્ડની બે મસ્જિદોમાં ફાયરિંગમાં માર્યા જવા અને ઘણા લોકોના ઘાયલ થયા બાદ પશ્ચિમી સરકારો પર ઈસ્લામોફાબિયાને વેગ આપવાનો આરોપ લગાવ્યો છે.
ત્યારે આ વચ્ચે ઈરાનની રાજધાની અંકારાએ હુમલાખોરના ઘણી વાર તૂર્કી આવવાના સંબંધમાં પોતાની તપાસ શરુ કરી દીધી છે. તૂર્કીના એક અધિકારીએ જણાવ્યું કે આ મામલે પકડાયેલો ઓસ્ટ્રેલિયાઈ ઘણીવાર તૂર્કી આવ્યો અને લાંબા સમય સુધી અહીંયા રહ્યો છે.