અબજોમાં એકઃ માત્ર 9 મીનિટમાં આપ્યો 6 બાળકોને જન્મ…

હ્યૂસ્ટનઃ ટેક્સાસના હ્યૂસ્ટનમાં એક મહિલાએ છ બાળકોને એકસાથે જન્મ આપ્યો છે. દુનિયાભરમાં 4.7 અબજમાંથી કોઈ એક મામલો જ આવો હોય છે કે જ્યારે કોઈ મહિલા એકસાથે છ બાળકોને જન્મ આપે છે. મહિલાએ અમેરિકાના ધ વુમન્સ હોસ્પિટલ ઓફ ટેક્સાસમાં છ બાળકોને જન્મ આપ્યો.

હોસ્પિટલે જણાવ્યું કે થેલમા ચેકાએ 15 માર્ચના રોજ સ્થાનિક સમય અનુસાર સવારે 6 વાગ્યે અને 50 મીનિટથી સવારે 4 વાગ્યે અને 59 મીનિટના સમયગાળા વચ્ચે ચાર દીકરા અને બે દીકરીઓને જન્મ આપ્યો. થેલમા સ્વસ્થ છે.

હોસ્પિટલના નિવેદન અનુસાર બાળકોનું વજન 800 થી 850 ગ્રામ વચ્ચે છે. તેમની હાલત સ્થિર છે અને તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. થેલમાએ પોતાની દીકરીઓનું નામ જીતા અને જુરિયલ રાખ્યું છે. તેમણે પોતાના ચાર બાળકોનું નામ હજી નક્કી કર્યું નથી.