ન્યુ યોર્કઃ ત્રણ ભારતીય મૂળના અમેરિકનો 60 સ્કોલર્સમાં સામેલ છે, જેઓ અમેરિકા અને વિશ્વમાં સહયોગ કરવા અને યોગ્ય બદલાવવા લાવવા માટે 2023 પ્રેસિડેન્શિયલ લીડરશિપ સ્કોલર્સ (PLS) કાર્યક્રમમાં સામેલ થશે. નીલ વોરા, સોશિયા સિંઘવી અને અનાહિતા દુઆ આઠમા વાર્ષિક PLS કાર્યક્રમમાં સામેલ થશે, જે વોશિંગ્ટન DCમાં 24 જાન્યુઆરીથી શરૂ થશે.
નીલ વોરા એક કન્ઝર્વેશન ઇન્ટરનેશનલના ફિઝિશિયન છે અને તેઓ રોગચાળાને અટકાવવાના પ્રયાસોનું નેતૃત્વ કરે છે. તેમણે US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)માં એક દાયકા સુધી સેવા કરી છે, જેમાં તેમણે રોગચાળાના ઇન્ટેલિજન્સ સર્વિસ ઓફિસર તરીકે સેવા કરી છે અને US પબ્લિક હેલ્થ સર્વિસ (USPHS)માં કમાન્ડર પણ હતા.
સોનિયા સિંઘવી બોસ્ટન સ્થિત એલેક્શન ફાર્માસ્યુટિકલ્સની સંસ્કૃતિ, સમાવેશી અને વૈવિધ્યની વૈશ્વિક પ્રમુખ છે. તેમની લિન્ક્ડઇનની પ્રોફાઇલ અનુસાર સિંઘવી એ વ્યૂહાત્મક, બાયોફાર્માસ્યુટિકલ એક્ઝિક્યુટિવ છે, જેમની પાસે 20થી વધુ વર્ષોનો અનુભવ છે. તેમના પ્રોજેક્ટનો ઉદ્દેશ આરોગ્યમાં સમાનતા અને દર્દીની સ્થિતિમાં સુધારો કરવાનું અને ક્લિનિકલ ટ્રાયલ્સમાં વૈવિધ્ય લાવવાનું છે.
જ્યારે અનાહિતા દુઆ એક મેસેચ્યુસેટ્સમાં વેસ્ક્યુલર સર્જન છે અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં સર્જરીનાં એસોસિયેટ પ્રોફેસર છે. PLSના નિવેદન મુજબ તેઓ કેટલાય મહિનાઓ દરમ્યાન ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખો, ભૂતપૂર્વ વહીવટી અધિકારીઓ, વેપાર અને નાગરિક નેતાઓ અને મુખ્ય શિક્ષણવિદોથી શીખવા માટે તેઓ પ્રેસિન્ડેન્શિયલ સેન્ટરનો પ્રવાસ કરશે.