દલાઈ લામાના ઉત્તરાધિકારીની પસંદગીઃ ચીન પર મર્યાદા લાદવા અમેરિકાની નજર

વોશિગ્ટન: દલાઈ લામાના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વચ્ચે અમેરિકા ચીન માટે મર્યાદાઓ લાદવા પર વિચારણા કરી રહ્યું છે, જેથી તિબેટીયનો ના આધ્યાત્મિક ગુરુના ઉત્તરાધિકારીની પસંદગીમાં હસ્તક્ષેપ ન કરી શકે. એક વરિષ્ઠ અધિકારી તરફથી મળેલી ચેતવણી અને કોંગ્રેસમાં વિચારાધીન એક વિધેયક મારફતે અમેરિકા ચીન અગાઉથી જ આ ચેતવણી આપવા પર વિચાર કરી રહ્યું છે. અમેરિકા ચીનને સ્પષ્ટ કરવા માગે છે કે, જો તે દલાઈલામાના ઉત્તરાધિકારી પસંદગીની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરશે તો તેને આંતરાષ્ટ્રીય સ્તર પર અપમાન સહ્નન કરવું પડશે.

84 વર્ષના 14માં દલાઈ લામાએ પોતાની સતત યાત્રાઓમાં ઘટાડો કરી દીધો છે, અને દલાઈ લામાને આ વર્ષની શરુઆતમાં મગજમાં સંક્રમણ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જોકે, તેમના સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ગંભીર સમસ્યા હોવાના કોઈ સંકેત નથી મળ્યા. જો કે, તિબેટીયન કાર્યકરો અને ચીન સારી રીતે જાણે છે કે દલાઈ લામાનું મૃત્યુ હિમાલય ક્ષેત્ર (તિબેટ) ને વધુ સ્વાયત્તા આપવા માટેના તેમના પ્રયત્નો માટે મોટો આંચકો હશે.

ચીને દલાઈ લામાના પ્રતિનિધિઓ સાથે 9 વર્ષ સુધી કોઈ વાતચીત નથી કરી ને સતત એવા સંકેતો આપતુ રહ્યું છે કે, લામાનો ઉત્તરાધિકારી ચીન પસંદ કરશે, આ અંગે તેમનુ માનવું છે કે, તે તિબેટ પર તેમના નિરંકુશ શાસનનું સમર્થન કરશે. અમેરિકન કોંગ્રેસમાં હાલમાં જ રજૂ કરેલા એક વિધેયકમાં કોઈપણ ચીની અધિકારીનું તિબેટીયન બોદ્ધ ઉત્તરાધિકાર પરંપરાઓમાં હસ્તક્ષેપ પર પ્રર પ્રતિબંધની અપીલ કરવામાં આવી છે. પૂર્વ એશિયા માટે વિદેશ મંત્રાલયના મુખ્ય અધિકારી ડેવિડ સ્ટીલવેલે કોંગ્રેસ સમક્ષ કહ્યું કે, અમેરિકા તિબેટની અર્થપૂર્ણ સ્વાયત્તા માટે દબાણ કરતું રહેશે.