‘હાઉડી મોદી’ માં શું ટ્રમ્પ નવી મોટી જાહેરાત કરશે?

વોશિગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે, રવિવારે હ્યુસ્ટન શહેરમાં યોજાનાર હાઉડી મોદી કાર્યક્રમ દરમિયાના વડાપ્રધાન મોદીને સાથે કેટલીક નવી જાહેરત કરી શકે છે. મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી હ્યુસ્ટનમાં 50 હજાર ભારતીયોને સંબોધિત કરશે.

ભારત-પાકિસ્તાનના સંબંધ પર અમેરિકાની નજર

આ દરમ્યાન વ્હાઈટ હાઉસે જાહેરાત કરી છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા બંન્ને દેશો વચ્ચે વિશેષ સંબંધોને રેખાંકિત કરવા કંઈક નવી જાહેરાત થઈ શકે છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે, એવુ પ્રથમ વખત બનશે કે, ટ્રમ્પ અને મોદી એક સાથે એક મંચ પર આવશે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, હું આગામી સપ્તાહે ભારત-પાકિસ્તાન સાથે બેઠક કરીશ. તેમણે કહ્યું કે, ભારત-પાકિસ્તાનના સંબંધોમાં સતત પ્રગતી થઈ રહી છે.

વ્હાઈટ હાઉસનું કહેવું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની હ્યૂસ્ટનમાં થનારી મુલાકાત પહેલા એક વ્યાપારીક સમજૂતીને અંતિમરૂપ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ પહેલ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક વિવાદ ચરમ પર છે. આ સ્થિતિમાં આ પહેલ ભારત-અમેરિકાના સંબંધો માટે શુભ સાબિત થઈ શકે છે.

કાર્યક્રમ પર સમગ્ર વિશ્વની નજર….

મહત્વનું છે કે, જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમમાં જોડાવાના સમાચાર આવ્યા ત્યારથી લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. આ જાહેરાત બાદ સમગ્ર વિશ્વની નજર આ કાર્યક્રમ પર મંડાયેલી છે. ઈતિહાસના પાનાઓ ફેરવવામાં આવી રહ્યા છે કે, આ પહેલા કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ કોઈ વિદેશી નેતા સાથે  આ પ્રકારની જનસભામાં એક મંચ પર સાથે આવ્યા હતાં.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]