ઈસ્લામાબાદ- પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે ભારતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી નવી દિલ્હી અને ઈસ્લામાબાદ વચ્ચે સંબધો તંગદિલીભર્યા રહેશે. અને તેમને પૂર્વી પડોશીથી એક ઓર દુસ્સાહસ થવાની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા હૂમલા કર્યા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે. આ હૂમલા પછી જવાબી કાર્યવાહી કરતાં ભારતીય વાયુ સેનાએ જૈશના ઠેકાણા પર એકસ્ટ્રાઈક કરી હતી.
બીજી બાજુ ઈમરાનખાનનું કહેવું છે કે યુદ્ધનો પડછાયો હજી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે જોવા મળી રહ્યો છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ચૂંટણી પહેલાં એક ઓર દુસ્સાહસ કરી શકે છે.
પાકિસ્તાની અખબાર ડૉન મુજબ ઈમરાને કહ્યું છે કે ભય હજી ટળ્યો નથી. ભારતમાં આગામી ચૂંટણી સુધી સ્થિતી તંગદિલીભરી રહેશે. અને ભારત તરફથી કોઈપણ આક્રમણને રોકાણ માટે પહેલીથી તૈયારીઓ કરી છે. વડાપ્રધાન ઈમરાન ખાને ત્યાં સુધી કહી દીધું કે અફઘાનિસ્તાન સરકારની ચિંતાઓને કારણે તાલિબાન સાથે ઈસ્લામાબાદમાં પોતાની પ્રસ્તાવિત બેઠક પણ રદ કરી નાંખી છે.