વોશિંગ્ટનઃ વિશ્વભરમાં કોરોના વાઇરસનો પ્રસાર અટકવાનું નામ નથી લેતો. જેને પરિણામે વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની લોકોની સંખ્યા 19 કરોડને પાર થઈ છે. વોશિંગ્ટન સ્થિત જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલયના ડેટા અનુસાર અત્યાર સુધી કોરોના દર્દીઓની સંખ્યા વધીને 19,24,878 થઈ ગઈ છે અને કોરોના વાઇરસથી મરવાવાળા લોકોની સંખ્યા 119,766ને પાર થઈ ગઈ છે.
ઇટાલીમાં એક દિવસમાં 566 લોકોનાં મોત
કોરોના વાઇરસે ઇટાલીમાં કાળો કેર વર્તાવ્યો છે. ઇટાલીમાં એક દિવસમાં 566 લોકોનાં મોત થયાં છે અને મૃતકોનો આંકડો 20,000ને પાર થઈ ગઈ છે. અમેરિકા પછી એ સૌથી મોટી સંખ્યા છે. બ્રિટન અને ખાસ કરીને ઇંગલેન્ડમાં ઝડપથી સ્થિતિ ખરાબ થઈ રહી છે. એક દિવસમાં 717 લોકોનાં મોતમાંથી એટલા ઇંગલેન્ડમાં 667 લોકોનાં મોત થયાં છે, પરંતુ યુરોપના દેશ સ્પેનની હાલતમાં સુધારો થયો છે, જેથી લોકડાઉનથી કેટલાક વિસ્તારોમાં રાહત આપવામાં આવી છે. જોકે ઇટાલીથી અમેરિકામાં વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા 3,153થી વધીને 1,59,516 થઈ ગઈ છે.
રશિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 18,328 થઈ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું હતું કે કોરોના સામેના જંગથી લડવા માટે સેનાને પણ ઉતારી શકાય છે. પુતિને કોરોનાના વધતા કેસ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રશિયામાં 2,558ના નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા વધીને 18,328ની થઈ ગઈ છે. અત્યાર સુધી 148 લોકોનાં મોત થયાં છે.
બ્રિટનમાં 11,329 લોકોનાં મોત થયાં
કોરોના વાઇરસના રોગચાળાથી બ્રિટનમાં 11,329 લોકોનાં મોત થયાં છે. 4,342 લોકોના સંક્રમિતોની સંખ્યા વધીને 88,621એ પહોંચી છે. 90 ટકા કેસો માત્ર ઇંગ્લેન્ડમાં થયા હતા.
સ્પેનમાં આ વાઇરસને પગલે એક દિવસમાં થનારાં મોતમાં ઘટાડો
સ્પેનમાં સરકારે કેટલાક પ્રતિબંધોની સાથે 30 માર્ચ સુધી લોકડાઉન કડક કર્યું હતું.જોકે પાછલા સપ્તાહે સતત ત્રણ દિવસ મૃતકોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જોકે સોમવારે આ વિશે એક વાર ફરી ઘટાડો આવ્યો છે. દેશમાં પાછલા 24 કલાકમાં 517 લોકોનાં મોત થયાં હતાં, કુલ કેસો 3,477 સંક્રમિત થયા છે.
જર્મનીમાં નવા સંક્રમણ અને મોતોની સંખ્યામાં ઘટાડો
જર્મનીમાં કોરોનાના નવા સંક્રમણ અને મોતોની સંખ્યામાં ઘટાડો આવ્યા પછી લોકડાઉનથી રાહત આપવાનો વિચારવિમર્શ શરૂ થયો છે. ચાન્સેલર એન્જેલા મર્કેલ બુધવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રાંતોના ગવર્નરથી ચર્ચા કરશે અને એ પછી લોકડાઉનનો નિર્ણય લેશે.