રસીકરણની સાથે અમેરિકી દંપતીએ 73મી લગ્નજયંતી ઊજવી

સિનસિનાટી: એક ઉત્તરીય કેન્ટુકીમાં દંપતીએ તેમનો કોરોના વાઇરસની રસીનો ડોઝ મેળવીને 73મી લગ્નની વરસગાંઠ ઊજવી હતી. નોએલ જેને રેકોર્ડ (93) અને વર્જિનિયા રેકોર્ડ (91)એ સિનસિનાટીના હેલ્થ ડ્રાઇવ રસીકરણની સાઇટ પર જઈને કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો અને તેઓ ત્રણ સપ્તાહ પછી રસીનો બીજો ડોઝ લઈને પરત ફરશે. જોકે પ્રારંભમાં રસીકરણ હેલ્થકેર વર્કર્સને કરવામાં આવ્યું હતું.

અમે શક્ય એટલી વહેલી તકે સામાન્ય સ્થિતિમાં પાછા ફરવા ઇચ્છીએ છે, એમ જેને રેકોર્ડે કહ્યું હતું.  હું એક સ્ક્વેર ડાન્સ કોલર છું અને અમે માર્ચ મહિનાથી એકસાથે નથી મળી શક્યા. અમે રસી લીધી છે અને લોકોને પણ રસી લેવા માટે આગળ આવવા માટે વિનંતી કરીએ છીએ, જેથી આપણે સૌ સામાન્ય જીવન તરફ પરત ફરી શકીએ, જ્યાં આપણે ફરી એક વાર સ્ક્વેર ડાન્સ સાથે મસ્તી કરી શકીએ. યુસી હેલ્થ એ અમેરિકાના ઓહાયો રાજ્યમાં 750 સ્થળોએ કોવિડ-19નું રસીકરણ પૂરું પાડી રહ્યું છે.