ઘેટાં અને બકરીઓના સહારે પોર્ટુગલ સરકાર, આધુનિક ટેકનિકો કામ ન લાગી તો…

પોર્ટુગલ- છેલ્લા કેટલાક વર્ષોથી જંગલોમાં લાગી રહેલી આગ પોર્ટુગલ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. જંગલની આગથી થતાં નુકસાનથી બચવા પોર્ટુગલ સરકારે અનેક ઉચ્ચસ્તરીય ટેકનીકના પ્રયોગો હાથ ધર્યા પરંતુ અંતમાં બકરીની મદદ કામે લાગી છે. જંગલની આગ પર કાબૂ મેળવવા માટે ડ્રોન ટેકનોલોજી, સેટેલાઈટ્સ અને એરક્રાફ્ટનો પણ પ્રયોગ કરવામાં આવી ચૂક્યો છે. આ તમામ ટેકનીકોના પ્રયોગ અને જમીન પ્રબંધન વ્યવસ્થા બાદ પ્રશાસને બકરીનો પ્રયોગ શરુ કર્યો છે.

પોર્ટુગલ જ નહીં અનેક દક્ષિણ યૂરોપીય દેશોમાં પણ જંગલોમાં આગ લાગવાની સમસ્યા ગંભીર બની છે. જંગલોમાં આગ લાગવાનું એક કારણ ગામડામાં ઘટતી જતી વસ્તી પણ છે. ગામડાઓમાં ભેડ-બકરી ચારનારાઓની સંખ્યા પહેલા મોટાપ્રમાણમાં હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આ લોકો ગામડામાંથી પલાયન કરી રહ્યાં છે. આ સ્થિતિમાં જંગલોનો વધતો જતો આકાર ગામડાઓ સુધી પહોંચી જાય છે. અને આગ લાગવાની ઘટનાઓમાં વધારો થતો જાય છે.

 

પોર્ટુગલના અધિકારીઓએ આ સમસ્યાનું સમાધાન કાઢ્યું છે. ફરીથી ગામડાઓમાં બકરીઓની સંખ્યા વધારવી જોઈએ. તેમણે જણાવ્યું કે, ઘેટાં અને બકરીઓ સંખ્યા ફરીથી ગામડાઓમાં વધારવામાં આવે તો જંગલોમાં લાગતી આગને સીમિત કરી શકાય તેમ છે.

49 વર્ષના લિયોનલ માર્ટિસ પેરેરિયાને જંગલોની આગ પર કાબૂ મેળવવાના કાર્યક્રમોની આગેવાની કરનારાઓમાં ગણના કરવામાં આવશે. પોર્ટુગલ સરકાર તરફથી જાહેર કરાયેલા આ પાઈલટ પ્રોજેક્ટમાં લિયોનલ પણ સામેલ છે. તેમનું કહેવું છે કે, આ કાર્યક્રમોથી લોકોમાં અવેરનેસ વધશે અને ક્લાયમેન્ટ ચેન્જને લઈને લોકો વધુ સતર્ક થશે.

 

દક્ષિણ પોર્ટુગલમાં સ્ટ્રોબરીનો પાક જંગલની આગથી પ્રભાવિત

દક્ષિણ પોર્ટુગલમાં મોટી સંખ્યામાં સ્ટ્રોબરીના વૃક્ષો આવેલા છે. સ્ટ્રોબેરીના ઝાડના પાન આગના સંદર્ભે સંવેદનશીલ હોય છે જેથી ખુબજ જલ્દી આગને પક્ડી લે છે. જો ગામડામાં જરૂરી સંખ્યામાં બકરીઓ હોય તો સરળતાથી સ્ટ્રોબેરીના પાનને ખાઈ જશે. બકરીઓનો આ પ્રોજેક્ટ સરકારે ગત વર્ષે શરુ કર્યો હતો. આ પ્રોજેક્ટ માટે કેટલાક ખાસ વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે જ્યાં 6700 એકર વિસ્તારમાં 40થી 50 બકરીઓ અને ઘેટાં માટે સુરક્ષિત સ્થાન બનાવામાં આવ્યાં છે. અહીં 10,800 ઘેંટા અને બકરીઓને રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.