મોસ્કોઃ પૃથ્વી પર સૌથી ઠંડા વિસ્તાર તરીકે ઓળખ ધરાવતા સાઇબેરિયાઈ શહેરમાં આ વર્ષે કાતિલ ઠંડી જોવા મળી રહી છે. યાકુત્સ્ક નામના શહેરમાં આ સપ્તાહે તાપમાન શૂન્યથી 50 ડિગ્રી સેલ્સિયસ નીચે સુધી પહોંચ્યું છે. રશિયાના અંતરિયાળ પૂર્વના પર્માફ્રોસ્ટમાં મોસ્કોથી 5000 કિમી પૂર્વમાં સ્થિત ખનન શહેરનિવાસી આ વર્ષે વધુ ઠંડીથી હેરાન પરેશાન છે. આ શહેરમાં તાપમાન નિયમિત રીતે (-) 40 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે તાપમાન.
બે સ્કાર્ફ, બે ગ્લવ્ઝ અને બેતી વધુ ટોપી ને હુડમાં આવેલી એક મહિલાએ કહ્યું હતું કે તમે એટલું સહન કરી શકો છો અથવા સ્થિતિ અનુસાર ખુદને એડજસ્ટ કરી શકો છો અથવા તમે એનો શિકાર થઈ જાઓ.
બર્ફીલા શહેરમાં તેમણે કહ્યું હતું કે વાસ્તવમાં શહેરમાં ઠંડી મહેસૂસ નથી થતી અથવા તો તમને બહુ ઠંડી લાગે છે. જોકે આ બધું તમારા મન પર છે, જો તમે તેને વશમાં કરો તો તમને બહુ ઠંડી નથી લાગતી. એક અન્ય નિવાસી નર્ગુસુન સ્ટારોસ્ટિના- જે ફ્રિજ અથવા ફ્રીઝરમાં એક ફ્રીઝ થયેલી માછલી વેચી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે ઠંડીથી બચવા માટે ગરમ કપડાં પહેરો- જેમ કે કોબીજની જેમ ગરમ કપડાં પહેરો.