નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સામાન્ય માણસ માટે કશું ઠીક નથી ચાલી રહ્યું. ગત એક મહિનામાં પાકિસ્તાની કરન્સી દુનિયામાં સૌથી વધારે કમજોર થઈ છે, જેની કીંમત પાકિસ્તાનીઓને ચૂકવવી પડી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની રુપિયો અમેરિકી ડોલરના મુકાબલે રોજ નીચા સ્તરને સ્પર્શી રહ્યો છે.
રુપિયામાં ઘટાડાના કારણે પાકિસ્તાનમાં ખાણી-ૉપીણીની વસ્તુઓ સાથે જ પેટ્રોલ-ડીઝલના ભાવ પણ તેજીથી વધી રહ્યા છે. આવનારા કેટલાક મહિનાઓમાં પાકિસ્તાની રુપિયો 200 પ્રતિ ડોલરને સ્પર્શી શકે છે. આવું થવા પર પાકિસ્તાનમાં મોંઘવારી તેજીથી વધવાની આશંકા છે, કારણ કે પાકિસ્તાન પોતાની જરુરિયાતનું મોટાભાગનું કાચુ તેલ વિદેશોમાંથી ખરીદે છે. સાથે જ રોજબરોજ ઉપયોગમાં લેવાતી ઘણી વસ્તુઓ પણ વિદેશથી મંગાવવામાં આવે છે. ત્યારે આવામાં પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર માટે ઈમ્પોર્ટ મોંઘુ થઈ જશે. એટલે કે મોંઘવારી તેજીથી વધી શકે છે.
વિશેષજ્ઞોનું માનીએ તો પાકિસ્તાની રુપિયો સ્થિર થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી દેખાઈ રહી છે. કારણ કે દેવું વધારે છે. અને સરકારની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. મોંઘવારી આસમાને છે. ત્યારે આવામાં પાકિસ્તાની રુપિયો વર્ષના અંત સુધીમાં 200 પ્રતિ ડોલર જઈ શકે છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા બૂમ એન્ડ બસ્ટ સાઈકલથી પસાર થઈ રહી છે. ગત એક વર્ષ દરમિયાન પાકિસ્તાની રુપિયો 20 ટકા કમજોર થઈ ચૂક્યો છે.
પાકિસ્તાન વનસ્પતિ મેન્યૂફેક્ચરર્સ એસોસિએશનના ચેરમેન તારિક ઉલ્લાહ સુફીએ કહ્યું કે વેલેટાઈલ એક્સચેંજ રેટની પાકિસ્તાન પર નેગેટિવ અસર પડશે. એટલા માટે અમે આવતા સપ્તાહથી ઘી અને કુકિંગ ઓઈલ પર 5 રુપિયા પ્રતિ કિલો/લીટર છૂટ પાછી લેવાનું વિચારી રહ્યા છીએ. રમજાનના મોકા પર ઘી અને કુકિંગ ઈન્ડસ્ટ્રીએ છૂટની જાહેરાત કરી હતી.
દિવસેને દિવસે ડોલરના મુકાબલે કમજોર થતા પાકિસ્તાની રુપિયાનું જ કારણ છે કે પાકિસ્તાનમાં માર્ચમાં પાકિસ્તાનમાં મોંઘવારી દર પાંચ વર્ષના શીર્ષ સ્તર 9.41 ટકા પર પહોંચી ગઈ હતી. એપ્રિલમાં આ 8.8 ટકા નોંધવામાં આવ્યો. આ વર્ષે એપ્રિલ-જુલાઈ વચ્ચે મોંઘવારી દર 7 ટકા પર પહોંચ્યો. ગત વર્ષે આ જ સમયે આ દર 3.8 ટકા હતો.