પાકિસ્તાનની બજેટ ખાધ અંદાજે વધીને રૂ. 6.22 લાખ કરોડના મહત્તમ સ્તરે

ઇસ્લામાબાદઃ ચાલુ નાણાકીય વર્ષમાં લોકો પર વધારાનો રૂ. 735 અબજનો ટેક્સ નાખ્યા છતાં પાકિસ્તાનનું ફેડરલ બજેટ ખાધ ફરીથી રિવાઇઝ્ડ કરીને ઇતિહાસના મહત્તમ સ્તર રૂ. 6.22 લાખ કરોડે પહોંચવાનો અંદાજ માંડવામાં આવ્યો છે. વધતી જતી રાજકોષીય ખાધે દેશને દેવાંના કળણમાં ધકેલી દીધો છે, જ્યાં દેવાના પુનર્ગઠનનો એકમાત્ર વ્યવહારુ ઉપાય છે. સરકારે હાલમાં જ લોકો પર ગેસના અને વીજના દરોમાં વધારા છતાં અને વધારાના ટેક્સીસ નાખ્યા હતા, તેમ છતાં સરકારની બજેટ ખાધમાં નોંધપાત્ર વધારો થયો છે. IMFની સાથે થયેલી વાતચીતમાં નાણાં મંત્રાલયે બજેટની રજૂઆત વખતે મોટા પાયે ખર્ચમાં કાપ મૂકવાનો ખુલાસો કર્યો હતો.

ફેડરલ બજેટની ખાધ –આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત- નાણાકીય વર્ષ 2022-23 માટે રૂ. 6.22 લાખ કરોડની અંદાજિત હતી, જે અર્થતંત્રના GDPના 7.4 ટકાના હતી. જે ખાધ સંશોધિત અંદાજ રૂ. 1.7 લાખ કરોડ અથવા 37 ટકા છે, જે નાણાં વર્ષ 2022-23ના પ્રારંભે નેશનલ એસેમ્બલી દ્વારા મંજૂર કરવામાં આવેલી રકમ કરતાં વધુ છે. ગયા વર્ષે જૂનમાં બજેટ ખાધ રૂ. 4.5 લાખ કરોડનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વળી, સરકાર દ્વારા ડિસેમ્બરમાં IMF સાથે કરવામાં આવેલા સંદેશવ્યવહાર દ્વારા મોકલવામાં ડેટામાં બજેટ તફાવત રૂ. 690 અબજ કરતાં વધુ છે.

 

સરકાર બજેટમાં ખાધ દેખાડવા તૈયાર નહોતી, પણ IMF પાસેથી લોન લેવાની હોવાથી વાસ્તવિક આંકડા દેખાડવા પડ્યા હતા.  સરકારે જણાવ્યું હતું કે રૂ. 6.22 લાખ કરોડની ખાધની ચુકવણી ઘરેલુ અને બહારી સ્રોત દ્વારા પૂરી કરવામાં આવશે, પણ પાકિસ્તાન આર્થિક મંદીની ગર્તાને કારણે એ શક્ય નથી લાગતું, એમ ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનનો અહેવાલ કહે છે.