પાકિસ્તાન પાસે રખડતાં જાનવરો કરડે તો તેની દવાઓ નથી, ભારત પર નિર્ભર…

નવી દિલ્હીઃ પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન રેબીજ-રોધી અને વિષ રોધી દવાઓનું ઉત્પાદન દેશમાં માગ અનુસાર કરવામાં સક્ષમ નથી. આ કારણે પાકિસ્તાન આ દવાઓની આયાત માટે ભારત પર નિર્ભર છે. ભારત સાથેના વેપારધંધા હોય કે આવી દવાઓ અને શાકભાજી જેવી જરુરી ચીજવસ્તુઓ, પાકિસ્તાનને ભારત પર નિર્ભર રહેવું પડે છે. એક રિપોર્ટમાં આ કહેવામાં આવ્યું છે. પાકિસ્તાનના એક સમાચાર પત્રના એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાને છેલ્લા 6 મહિનામાં ભારતથી 2.56 અબજ રુપિયાની દવાઓની આયાત કરી છે.

રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનની નિર્માણ સંસ્થાનો દેશમાં દવાઓની ખપત અનુસાર ઉત્પાદન નથી કરતી. પ્રાપ્ત વિગતો અનુસાર ધ નેશન અનુસાર પાકિસ્તાનમાં પર્યાપ્ત માત્રામાં દવાઓ ન બની શકવાના કારણે છેલ્લા 16 મહીનામાં ભારતથી 3.6 કરોડ ડોલર એટલે કે 250 કરોડ રુપિયાથી વધારે દવાઓ આયાત કરી છે.

પાકિસ્તાનના સાંસદ રહમાન મલિકે ભારતથી ખરીદાઈ રહેલી દવાઓની માત્રા અને આ દવાઓના મૂલ્ય મામલે સવાલ કરવામાં આવ્યો. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા મંત્રાલયે સંસદની સ્થાયી સમિતિને આ મામલે જાણકારી આપી.

 

મંત્રાલયે કહ્યું કે રેબીજરોધી અને વિષરોધી બંન્ને પ્રકારની દવાઓ દેશમાં બનાવવામાં આવે છે. પરંતુ આનાથી માગની આપૂર્તિ નહોતી થઈ રહી. આ કારણે ભારતથી આને આયાત કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે રેબીજ એક ઝેરીલો વાયરસ છે, જે બિલાડી, શ્વાન અને બંદર કરડવાથી માણસ પર થાય છે. આ ખૂન અથવા લાળ દ્વારા શરીરમાં પ્રવેશે છે.