ઇસ્લામાબાદ-પાકિસ્તાન અને ચીનની જુગલબંદી વધવામાં કદાચ આ વેપાર પણ સાંકળરુપ બની ગયો છે. ચીનની મેકએપ ઇન્ડસ્ટ્રીઝમાં માનવ વાળની એટલી બધી જરુર પડે છે તે પાકિસ્તાનથી 5 વર્ષમાં 94 લાખ રુપિયાના વાળ ખરીદ્યાં છે.
પાકિસ્તાનમાંથી ચીને 5 વર્ષમાં લગભગ 94 લાખ રુપિયાની કીમતના એક લાખ કિલોગ્રામ માનવવાળની આયાત કરી લીધી છે. કેમ કે, ચીનમાં મેકઅપ ઇન્ડસ્ટ્રીઝ જેમ જેમ વિકાસ કરી રહી છે તેમ ત્યાં માનવવાળની ખૂબ માગ નીકળી છે. સ્થાનિક કક્ષાએ હેર એક્સેસરીઝનું ઉત્પાદન ઘટવાના કારણે ચીને પાકિસ્તાન પાસેથી વાળ ખરીદવા પડે છે.
પાકિસ્તાનના વાણિજ્ય-કપડા મંત્રાલયે નેશનલ એસેમ્બલીને જણાવ્યાં પ્રમાણે પાંચ વર્ષમાં ચીને 1.05,461 કિલોગ્રામ વાળ મંગાવ્યાં છે. આ માગ વધવાનું કારણ વિગ પહેરવાનું ચલણ વધ્યું હોવાનું જણાવાયું હતું. પહેલાં સ્થાનિક ચીની લોકો હેર એક્સટેન્શન, મૂછ, દાઢી, અને વિગ હસ્ત કારીગરીથી બનાવતાં હતાં પણ હવે ચીની મેકઅપ ઇન્ડસ્ટ્રીમાં સ્થાનિક કારીગરોની શાખ નબળી પડી છે.
પાકિસ્તાનથી વાળ ખરીદવાવાળા વેપારીઓએ કેશકર્તન કરતી દુકાનોમાં પોતાના ડસ્ટબિન મૂકાવ્યાં છે. જેમાં ગ્રાહકોના કપાયેલાં વાળ એકઠાં કરવામાં આવે છે.ચીની વેપારીઓ આ વાળ 5000થી લઈ 6000 રુપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદે છે. સારી ગુણવત્તાવાળા વાળને અમેરિકા અને જાપાનમાં પણ નિકાસ કરવામાં આવે છે કારણ કે ત્યાં મનોરંજન જગતમાં તેની ઘણી માગ છે. જોકે પાકિસ્તાનમાં પણ હેર એક્સટેન્શન અને વિગની ઘણી મોટી માગ પહેલેથી જ છે.