ઈસ્લામાબાદઃકાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી સોશિયલ મીડિયા પર આ નિર્ણયને લઈને અનેક પ્રકારની કમેન્ટ્સનો મારો ચાલી રહ્યો છે. દેશ વિદેશના રાજનેતાઓ તો ઠીક પણ સામાન્ય લોકો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. આ માહોલમાં પાકિસ્તાનમાં આ નિર્ણયને લઈને ટ્વીટર પર લખાયેલી કેટલીક કમેન્ટ્સ માટે એકસાથે 333 જેટલા ટ્વીટર અકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.
પાકિસ્તાને પણ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેના 333 જેટલા ટ્વીટર અકાઉન્ટ કાશ્મીર મુદ્દે લખવાના કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરથી આર્ટિકલ 370ને રદ્દ કરવામાં આવ્યો અને રાજ્ય પાસેથી વિશેષ દરજ્જો પાછો લેવામાં આવ્યા બાદથી આ અકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.
અકાઉન્ટના માધ્યમથી પ્રચારિત કરવામાં આવી રહેલા ખોટી અને ઉત્તેજક સામગ્રીને જોતા ભારતીય અધિકારીઓએ આપત્તિ વ્યક્ત કરી હતી, ત્યારબાદ ટ્વીટરે આ હેન્ડલ્સને સસ્પેન્ડ કરી દીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાન ટેલીકમ્યુનિકેશન ઓથોરિટીએ બુધવારના રોજ ટ્વીટર અધિકારીઓના સમક્ષ ટ્વીટ્સને સસ્પેન્ડ કરવા અને ટ્વીટર અકાઉન્ટને બ્લોક કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રશાસનના દ્રષ્ટીકોણને પક્ષપાતી ગણવામાં આવ્યો છે. ટેલીકમ્યુનિકેશન ઓથોરિટી દ્વારા જાહેર એક નિવેદનમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે જો કાશ્મીર મામલે લખવાને લઈને કોઈપણ પાકિસ્તાની સોશિયલ મીડિયા યૂઝરનું અકાઉન્ટ સસ્પેન્ડ થયું છે તો, તે આની જાણકારી પાકિસ્તાન ટેલીકમ્યુનિકેશન ઓથોરિટી ને આપે.
પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાન ટેલીકમ્યુનિકેશન ઓથોરિટીને અત્યારસુધી આ મામલે 333 જેટલી ફરિયાદો મળી ચૂકી છે, જેને ટ્વિટર પાસે અકાઉન્ટ્સને પુનઃ ચાલુ કરવા માટે મોકલી દેવામાં આવ્યા છે. જો કે આમાંથી 67 અકાઉન્ટ્સને ચાલુ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન ટેલીકમ્યુનિકેશન ઓથોરિટીએ કહ્યું છે કે ટ્વીટર આ બાબતે ન તો કોઈ અધિકારીક પ્રતિક્રિયા આપી છે અને ન તો અકાઉન્ટ્સને સસ્પેન્ડ કરવાનું કોઈ કારણ