પાકિસ્તાનના સિંધ પ્રાંતની પ્રથમ હિંદુ મહિલા પોલીસ ઓફિસર બની પુષ્પા કોહલી…

ઈસ્લામાબાદઃ પ્રથમવાર સિંધ પોલીસમાં એક હિંદુ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાણકારી એક મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી છે. સિંધની પ્રથમ હિંદૂ મહિલા પોલીસનું નામ પુષ્પા કોહલી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પુષ્પા કોહલીને સિંધ પ્રાંતમાં આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર તરીકે તેનાત કરવામાં આવ્યા છે. આ સમાચારને ટ્વીટર પર પાકિસ્તાનના માનવાધિકાર કાર્યકર્તા કપિલ દેવે શેર કર્યા છે. દેવે ટ્વીટ કરીને કહ્યું કે, પુષ્પા કોહલી હિંદુ સમુદાયની પ્રથમ મહિલા બની ગઈ છે કે જેમણે સિંધ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આયોજિત કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરી છે અને સિંધ પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર બની છે.

આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનની હિંદુ સમુદાયની સુમન પવન બોદાણીને સિવિલ અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં જજ નિયુક્ત કરવામાં આવ્યા હતા. હિંદુ સમુદાય પાકિસ્તાનનો સૌથી મોટો અલ્પસંખ્યક સમુદાય છે. સરકારી આંકડાઓ અનુસાર, પાકિસ્તાનમાં 75 લાખ હિંદુઓ રહે છે. પાકિસ્તાનની મોટાભાગી હિંદુ આબાદી સિંધ પ્રાંતમાં છે. પાકિસ્તાન જેવા દેશ માટે એક મોટી વાત છે કે જ્યાં અલ્પસંખ્યક સમુદાય ખુબ પ્રતાડિત છે. સામાન્ય રીતે પાકિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયની દિકરીઓને કિડનેપ કરીને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવાના સમાચારો સામે આવતા રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]