મોસ્કોઃ રશિયામાં સરકાર દ્વારા પ્રસ્તાવિત પેન્શન યોજનામાં સંશોધન વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનોમાં ભાગ લઈ રહેલા 839 લોકોની પોલીસે અટકાયત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રદર્શનકારી દેશમાં સેવા નિવૃત્તિની ઉંમર વધારવા માટે સરકારના પ્રસ્તાવના વિરોધમાં એકત્ર થઈને વિરોધ કરી રહ્યા હતા.
આ વિરોધ પ્રદર્શનો વિપક્ષી નેતા એલેક્સી નાવલ્નીના સમર્થકો દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર રશિયાના બીજા સૌથી મોટા શહેર સેંટ પીટ્સબર્ગમાં સૌથી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે. સેન્ટ પીટ્સબર્ગમાં આ વિરોધ પ્રદર્શનોમાં મોટી માત્રામાં લોકો જોડાયા હતા જેની તસવીરો પણ સોશીયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં બાળક અને વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે. મોટી માત્રામાં પ્રદર્શન કરી રહેલા લોકોને અટકાવવા માટે પ્રશાશન દ્વારા શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવ્યા છે. ક્યાંક લાઠીચાર્જ તો ક્યાંક લોકોની અટકાયત કરીને સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી છે.