નવી દિલ્હીઃ વ્હોટ્સએપ પર ચેટિંગ કરતાં કરતાં હવે તમે ડિજિટલ પેમેન્ટ પણ કરી શકો છો. ફેસબૂક આના માટે એક મોડ્યુલ તૈયાર કરી રહ્યું છે. સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ જાહેરાત કરી છે. ઝુકરબર્ગે કહ્યું છે કે ભારતમાં પેમેન્ટ ગેટવે Whatsapp Pay લોન્ચ કરવામાં આવશે. જોકે ઝુકરબર્ગે લોન્ચિંગની ડેડલાઈન મામલે જણાવવાનો ઈનકાર કરી દીધો છે.
અમેરિકામાં વિશેષજ્ઞો સાથે વાતચીતમાં ઝુકરબર્ગે કહ્યું છે કે કંપની વૈશ્વિક બજાર માટે ડિજિટલ પેમેન્ટ પર કામ કરી રહી છે. પરંતુ સમસ્યા એ હતી કે ભારત સરકારે ડેટાના સ્ટોરેજને ભારતમાં રાખવાની માંગ કરી દીધી છે. એટલા માટે હવે આના પર નવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે. આમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે વ્હોટ્સ અપમાં જેવી રીતે ચેટ પર્સનલ રહે છે, તેવી જ રીતે પેમેન્ટની ગુપ્તતા પણ જળવાઈ રહે. આ એટલા માટે જરુરી છે કે કોઈપણ મેસેજિંગ સેવા ત્યાં સુધી જ ઉપયોગમાં આવશે જ્યાં સુધી તે પ્રાઈવેટ હોય. લેણ-દેણને ખૂબ લોકો પ્રાઈવેટ રાખવા ઈચ્છે છે. આવા લોકો માટે વ્હોટ્સએપ કારગર સાબિત થશે.
ભારત ઈન્ડોનેશિયા અને ફિલીપીંઝમાં ગત વર્ષની તુલનામાં ફેસબુક દૈનિક સક્રિય ઉપયોગકર્તા 1.56 બિલિયન સુધી પહોંચી ગયા છે. આ ગત વર્ષની તુલનામાં 8 ટકા વધારે છે. આ જ કારણ છે કે હવે ઝુકરબર્ગ આ પ્લેટફોર્મને અન્ય બિઝનેસ સાથે જોડીને વધારે નફો મેળવવા ઈચ્છી રહ્યા છે.