નવી દિલ્હીઃ ચટપટુ ખાવાનું આખરે કોને પસંદ નથી. અત્યારે ફાસ્ટ ફૂડનો દોર છે. આજકાલ મોટાભાગના યુવાનો પોતાનું જીવન ફાસ્ટફૂડ ખાઈને જ ગુજારતા હોય છે. આમતો ફાસ્ટફૂડ ઘણા પ્રકારના છે પરંતુ સૌથી વધારે યુવાનો પીઝાને પસંદ કરે છે.
પીઝા સામાન્ય રીતે દરેક જગ્યાએ મળી જાય છે ગામડા અને દુર્ગમ વિસ્તારોને બાદ કરતા. પરંતુ એક દેશ એવો પણ છે કે જ્યાંના અમીર લોકો લંડનથી પીઝા મંગાવે છે અને ફ્લાઈથી તેની ડિલીવરી કરવામાં આવે છે. આ અમીર લોકો પોતાનું એક સ્ટેટસ બતાવવા માટે આ પ્રકારની હરકતો કરે છે.
વાત કરી રહ્યા છીએ આફ્રીકાના નાઈજીરીયાની છે, જ્યાં પીઝા લંડનથી મંગાવવામાં આવે છે. નાઈજીરીયાના કૃષિ પ્રધાન ઓદૂ ઓગબેહનો દાવો છે કે અહીંયાના અમીર લોકો પોતાનું સ્ટેટસ બતાવવા માટે 6,440 કિલોમીટર દૂર લંડનથી પીઝા મંગાવે છે. તેમનું કહેવું છે કે જે અમીર લોકોને પીઝા ખાવા હોય છે કે તેઓ રાતમાં પીઝા ઓર્ડર કરે છે અને સવારે પીઝા પ્લેન દ્વારા નાઈઝીરીયા આવે છે.
કૃષી પ્રધાને આ ખુલાસો નાઈજીરીયાની રાજધાની અજૂબામાં સીનેટ એગ્રીકલ્ચર કમીટીની બેઠક દરમિયાન કર્યો. તેમણે કહ્યું કે નાઈજીરીયા વધારે વસ્તુઓની આયાત અન્ય દેશમાંથી કરે છે પરંતુ અમીરોનો આ ટ્રેન્ડ યોગ્ય નથી. કૃષી પ્રધાને આવા લોકોની કડક ટીકા કરી છે જેઓ પોતાનું સ્ટેટસ બતાવવા માટે ચોખાથી લઈને પીઝાની તમામ વસ્તુઓ અન્ય દેશમાંથી મંગાવે છે.