ન્યૂયોર્ક– અમેરિકાના ન્યૂયોર્ક સિટીના 6 ફૂટ 10 લાંબા કાઉન્સિલર રોબર્ટ કોર્નીને વિશ્વના સૌથી લાંબા પુરૂષ રાજનેતાનો ખીતાબ મળ્યો છે. ન્યૂયોર્કના સિટી હોલ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ગિનીઝ બૂકના અધિકારીઓએ તેમને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ પણ સોંપ્યું હતું.
હકીકતમાં 14 જાન્યુઆરીએ રોબર્ટનું નામ વિશ્વના સૌથી લાંબા રાજનેતાની યાદીમાં સામેલ થયું હતું. રોબર્ટે કહ્યું કે, આ ખિતાબ મેળવવા માટે હું બે વર્ષ પહેલા આવેદન આપવા માંગતો હતો. પરંતુ તે સમયે મને થયું કે ક્યાંક મારી મજાક ન ઉડે.
આ પહેલા આ રેકોર્ડ બ્રિટેનના સાંસદ લુઈસ ગલસ્ટીનના નામે હતો. તેમની લંબાઈ 6 ફૂટ 7 ઈંચ હતી. રોબર્ટ કોર્નીનું ઈન્ટરવ્યૂ લેવા માટે એક મહિલા પત્રકારે ખુરશી પર ઉભુ રહેવું પડ્યું હતું. રોબર્ટ કોર્નીએ લૂઈસનો રેકોર્ડ તોડીને હવે પોતાનું નામ ગિનીઝ બુકમાં નોંધાવી દીધું છે.