વોશિંગ્ટનઃ દેશના બહુભાષી સમાજને ધ્યાનમાં રાખતાં યુટ્યુબે વિડિયોને વધુ સમાવેશી બનાવવા માટે કેટલાંક પગલાં લીધાં છે. US આધારિત ટેક પોર્ટલ ટેકક્રન્ચે એક અહેવાલ અનુસાર વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં ઘોષણા કરી હતી કે એ એક નવી સુવિધાનું પરીક્ષણ કરી રહી છે, જે વપરાશકર્તાને વિવિધ ભાષાઓમાં ઓડિયો ટેક બદલવાની સુવિધા આપશે.
ટેકક્રન્ચે યુટ્યુબ ઇન્ડિયાના ડિરેક્ટર ઇશાન જોન ચેટરજીના હવાલે કહ્યું હતું કે વિડિયો આરોગ્ય સંબંધી માહિતી શેર કરવા માટે એક ખાસ કરીને અસરકારક મોડલ બનાવી રહ્યું છે, જે વ્યાવસાયિક દર્શકો માટે અને બધા માટે સુલભ બનશે. અમે મહત્ત્ત્વની આરોગ્યની માહિતી યોગ્ય રીતે લોકો સુધી પહોંચાડવા માટે મદદ કરવા ઇચ્છીએ છે અને એ માટે અમે આરોગ્ય સેવાના નિષ્ણાતો સાથે કામ કરીને અને ટેક્નોલોજીમાં મૂડીરોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. જે મોટા પાયે દર્શકો સુધી પહોંચાડવા માટે અને બહુભાષી સામગ્રી બનાવવામાં સક્ષમ બનાવીશું.
જોકે હાલમાં આ સુવિધા માત્ર મુઠ્ઠીભર આરોગ્ય સંબંધી વિડિયો માટે ઉપલબ્ધ છે, જેમાં હિન્દી, પંજાબી, અંગ્રેજી અને મરાઠી ભાષામાં વિકલ્પ છે. બહુભાષી ઓડિયોવાળા વિડિયોમાં સેટિંગ બટનની અંદર ઓડિયો ટ્રેક નામનો એક વિકલ્પ હશે, જેમાં ક્લિપ માટે ઉપલબ્ધ ભાષાઓની યાદી સામેલ હશે. જોકે ટેકક્રંન્ચ અનુસાર બહુભાષી ઓડિયોવાળા વિડિયોને દર્શાવવાવાળા કોઈ વિઝ્યુઅલ માર્કર શોધ પરિણામો નહીં દેખા દે.
આ સિવાય ગૂગલે એ પણ ઘોષણા કરી હતી કે એ કેટલાક રચનાકારોની સાથે પોતાના આગામી ડબિંગ ઉત્પાદનો અલાઉડનું પરીક્ષણ શરૂ કરવાની પ્રક્રિયામાં છે.