નકશો બદલ્યા બાદ નેપાળે ભારતીય સીમા પર ચોકી બનાવી દીધી

કાઠમાંડુઃ ભારતના ભારે વિરોધ છતાં નેપાળના રાષ્ટ્રપતિએ દેશના નવા નક્શાને અપનાવવાના બિલને મંજૂરી આપી દીધી છે. હવે આ નેપાળી બંધારણનો એક ભાગ બની ગયો છે. આ પહેલા નેપાળના ઉપલા સદને બિલને મંજૂરી આપી હતી. નક્શામાં ભારતના ત્રણ મહત્વપૂર્ણ વિસ્તારોને નેપાળે પોતાના ગણાવ્યા છે. ભારતે કહ્યું છે કે, આ નક્શો ઐતિહાસિક તથ્યોના આધાર પર સાચો નથી. બીજી તરફ સંસદથી નવા નક્શાને મંજૂરી મળ્યા બાદ નેપાળે કાલાપાની પાસેના ચાંગરુ વિસ્તારમાં પોતાની ચોકી પણ બનાવી દીધી છે. હવે આ ચોકીઓ સ્થાયી થઈ ગઈ છે અને ત્યાં સશસ્ત્ર પોલીસો તૈનાત કરાશે. આ પહેલા ચાંગરુ બોર્ડર પોસ્ટ પર એક લાઠી લઈને પોલીસ કર્મચારીઓ તૈનાત રહેતા હતા. આ પોસ્ટ દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી શિયાળાની મોસમમાં બંધ રહે છે. નેપાળી સેના પ્રમુખ પૂર્ણચંદ્ર થાપાએ બુધવારે આ ચોકીનું નિરીક્ષણ કર્યું હતું. ધારચૂલાના ઉપ જિલ્લા અધિકારી એ.કે. શુક્લાએ કહ્યું કે, હવે આ પોસ્ટ વધારે ઠંડી હોવા છતાં શિયાળાના સમયમાં બંધ નહીં રહે. બોર્ડર પોસ્ટને નવી બનાવવા અને સેના પ્રમુખના પ્રવાસને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.

હિંસક અથડામણ બાદ નેપાળ સાથે જોડાયેલી ભારતીય સીમા પર સતર્કતા વધારી દેવામાં આવી છે. સેનૌલી બોર્ડર પર એસએસબી અને પોલીસે પેટ્રોલિંગ કડક કરી દીધું છે. સરહદીય વિસ્તારોમાં ગુપ્તચર એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. બોર્ડરની આસપાસ કડક નજર રાખવામાં આવી રહી છે. નેપાળના સંશોધિત નક્શામાં ભારતની બોર્ડર સાથે જોડાયેલા રણનૈતિક રુપથી મહત્વપૂર્ણ લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારો પર દાવો કરવામાં આવ્યો છે. ભારતે નેપાળના દાવાઓને ફગાવતા કહ્યું હતું કે, આ રોડ પૂર્ણ રીતે તેના ભૂસ્તરીય-ભાગમાં સ્થિત છે.

નેપાળનાં રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પાસે બીલ પહોંચતાં પહેલા નેપાળના ઉપલા સદનમાં સર્વસંમતિથી બિલને પાસ કરવામાં આવ્યું. બિલના વિરોધમાં એકપણ વોટ પડ્યો નહોતો. ઉપલા સદનમાં સ્થિત તમામ 57 સભ્યોએ બિલના સમર્થનમાં મતદાન કર્યું હતું. ભારતે નેપાળના માનવચિત્રમાં બદલાવ કરવા અને કેટલાક ભારતીય ક્ષેત્રોને તેમાં શામિલ કરવા સાથે જોડાયેલા બિલને નેપાળી સંસદના નીચલા સદનમાં પાસ કરવામાં આવ્યા પર શનિવારના રોજ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કૃત્રિમ વિસ્તાર સાક્ષ્યો અને ઐતિહાસિક તથ્યો પર આધારિત નથી અને આ માન્ય નથી. ભારતે નવેમ્બર 2019 માં એક નવો નક્શો જાહેર કર્યો હતો બાદમાં છ મહિના બાદ નેપાળે ગત મહિને દેશના સંશોધિત રાજનૈતિક અને વહીવટી નક્શો જાહેર કરીને રણનૈતિક રુપથી મહત્વ આ વિસ્તારો પર પોતાનો દાવો ગણાવ્યો હતો.