ન્યૂયોર્કઃ નાસાએ જણાવ્યું કે તે અંતરિક્ષ પર્યટન સહિત અન્ય વ્યાવસાયિક ઉપક્રમો માટે 2020 થી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ખોલશે. ત્યાં એક રાત રોકાવા માટે 35,000 ડોલર જેટલા નાણાં આપવા પડશે. નાસા દ્વારા ત્યાં ભોજન, સંગ્રહ અને સંચારની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
નાસાના મુખ્ય નાણાકીય અધિકારી જેફ ડેવિટે જણાવ્યું કે નાસા વ્યાવસાયિક અવસર ઉભા કરવા માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ખોલી રહ્યું છે અને આનું માર્કેટીંગ કરી રહ્યું છે, જેવું અમે પહેલાં ક્યારેય નથી કર્યું.
આઈએસએસના ડેપ્યુટી ડિરેક્ટર રોબિન ગૈટેંસે કહ્યું કે પ્રતિ વર્ષ બે નાના અંતરિક્ષ યાત્રા મિશન હશે. નાસાએ જણાવ્યું કે મિશન 30 દિવસ સુધી ચાલશે. પ્રતિ વર્ષ આશરે એડ ડઝન જેટલા પ્રાઈવેટ અંતરિક્ષ યાત્રી આઈએસએસની યાત્રા કરી શકે છે.
રિપોર્ટ અનુસાર નાસાના મુખ્ય ફાયનાન્શિયલ અધિકારી જેફ ડેવિટનું અનુમાન છે કે પ્રતિ યાત્રાનો ખર્ચ 50 કરોડ ડોલર થશે. યાત્રિકોની વ્યવસ્થાની તમામ જવાબદારી સ્પેસએક્સ અને બોઈંગ કંપનીને આપવામાં આવી છે.જ્યારે
નાસા પોતે કેન્દ્રમાં રહેવા માટે ભોજન, સંગ્રહ અને સંચારના પૈસા લેશે જે 35 હજાર ડોલર/નાઈટ હશે.