માલદીવની સંસદમાં પીએમ મોદીઃ હવે પાણી માથાં પરથી નીકળી રહ્યું છે…

માલદીવ- લોકસભા 2019માં જીત મેળવ્યાં પછી બીજી વાર સરકાર બનાવ્યાં પછી પીએમ નરેન્દ્ર મોદી પહેલી વિદેશ યાત્રા માટે માલદીવ પહોંચ્યાં છે. પીએમની આ યાત્રા ભારતના પડોશી દેશો માટે મહત્વ અને પડોશી પહેલાં(નેબરહૂડ ફર્સ્ટ)ની નીતિને જોડીને જોવાઈ રહી છે. પીએમ મોદીને માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલીહની સાથે એક બેઠક કરી હતી. તે પછી પીએમ મોદીને માલદીવનું સર્વોચ્ચ સમ્માન નિશાન ઈજ્જુદ્દીનથી નવાજવામાં આવ્યાં હતાં. આ સમયે પીએમ મોદીએ માલદીવની સંસદને સંબોધન કર્યું હતું.પીએમ નરેન્દ્ર મોદીનું માલદીવની સંસદમાં સંબોધનના અંશ

–     આપણે સામુદ્રિક પડોશી છીએ. આપણે મિત્રો છીએ અને મિત્રોમાં કોઈ નાનો કે કોઈ મોટો કે કોઈ નબળો કે તાકાતવાળો નથી હોતો. શાંત અને સમૃદ્ધ પડોશીની જડ ભરોસા સાથે સદભાવના અને સહયોગ પર ટકેલી હોય છે.

–     નવી ઊર્જા માટે ભારતનું લક્ષ્ય અને પ્રગતિથી આ સમ્માનનીય સદન સારી રીતે પરિચિત છે. હવે ભારતના સહયોગથી માલેના રસ્તા અઢી હજાર એલઈડી સ્ટ્રીટ લાઈટ્સના દૂધિયા પ્રકાશ ઝળહળી રહ્યાં છે. અને બે લાખ એલઈડી બલ્લ માલદીવવાસીઓના ઘરમાં અને દુકાનોમાં ઝગમગાટ કરવા માટે આવી ગયા છે.–     આ બહુ જ દુર્ભાગ્ય છે કે લોકો હજી પણ ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટના તફાવત કરનારા ભૂલ કરી રહ્યાં છે. પાણી હવે માથા પરથી નીકળી રહ્યું છે. આતંકવાદ અને કટ્ટરતા સામે લડવા માટે વિશ્વના નેતાઓની સૌથી સાચી પરીક્ષા છે.

–     આતંકવાદ આપણાં સમયનો સૌથી મોટો પડકાર છે. આતંકવાદીઓને ન તો કોઈ બેંક છે કે ન તો હથિયારોની ફેકટરી, તો પણ તેમને ધન અને હથિયારોની કમી હોતી નથી. તેઓ આ બધું કયાંથી મેળવે છે. કોણ આપે છે તેમને આ સુવિધાઓ, આતંકવાદ સ્ટેટ સ્પોન્સરશિપ સૌથી મોટો ખતરો બનેલો છે.–     હું આજે પીપુલ્સ મજલિસમાં ઉપસ્થિત રહીને ખૂબ ખુશ છું. મોહમ્મદ નશીદ સંસદીય સ્પીકર બન્યા પછી મને પહેલી વાર આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો છે. આ વાત દરેક ભારતીયોના દિલને સ્પર્શી ગઈ છે.

–     હજારો વર્ષોથી ભારત અને માલદીવ વચ્ચે વેપારી સંબધો રહ્યા છે. એક વાત બહુ સ્પષ્ટ છે કે ભારત અને માલદીવ એક જ બગીચાના ફૂલ છે.–     નેબરહૂડ ફર્સ્ટ એ અમારી પ્રાથમિકતા રહી છે. માલદીવમાં લોકતંત્રની મજબૂતી માટે ભારત હંમેશા સાથે રહેશે

–     હું માલદીવના લાકોને ભારતના સવા સો કરોડ દેશવાસીઓની તરફથી શુભકામનાઓ આપું છું. માલદીવ દુનિયા સામે સૌંદર્યનો નમૂનો છે.