નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના એક મૌલવીએ સાર્વજનિકપણે એ વાતને કબૂલ કરી છે કે તે હિંદુ છોકરીઓને મુસ્લિમ બનાવવાના મિશન પર હતો અને આગળ પણ રહેશે. એક હિંદી અખબારના પ્રતિનિધી સાથે થયેલી વાતચિતમાં મૌલવીએ કહ્યું કે હું દાવા સાથે કહી રહ્યો છું કે મારા 9 બાળકો પણ ભવિષ્યમાં આ જ કામ કરશે. મારા પૂર્વજોએ પણ આ જ કામ કર્યું હતું.
ખાસ વાત એ છે કે મૌલવીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના પ્રથમ અમેરિકી પ્રવાસ પર પહોંચ્યાં છે. આ દરમિયાન આશરે 10 અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને કહ્યું કે સિંધ પ્રાંતમાં હિંદુ છોકરીઓનું અપહરણ અને જબરદસ્તી ધર્માંતરણના મુદ્દા પર ટ્રમ્પ, પાક. વડાપ્રધાન સાથે સીધી વાત કરે.
પાકિસ્તાનના માનવાધિકાર આયોગના તાજેતરના રિપોર્ટથી પણ મીથાના દાવામાં સત્યતા નજર આવે છે. રિપોર્ટ કહે છે કે વર્ષ 2018માં માત્ર સિંધ પ્રાંતમાં જ અલ્પસંખ્યકોના ધર્માંતરણના એક હજારથી વધારે મામલાઓ સામે આવ્યાં છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ધર્માંતરણની સૌથી મોટી જગ્યા ભરચૂંદી દરગાહ છે જે સિંધ પ્રાંતમાં આવે છે, જેને ઈમરાન ખાનના નજીકના ગણાતાં મીથા જ ચલાવે છે. સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓ અનુસાર એક વર્ષની અંદર ભરચૂંદી દરગાહમાં રેકોર્ડ 450 હિંદું છોકરીઓનું ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે.
(પ્રતિકાત્મક તસવીર)
સમાચાર પત્રના પ્રતિનિધિએ જ્યારે મીથા સાથે વાત કરી તો મીથાએ દાવો કર્યો કે હાં મેં હિંદું છોકરીઓના ધર્માંતરણ માટે દરગાહમાં વ્યવસ્થા કરી છે. પરંતુ હું છોકરીઓને દરગાહમાં લાવવા માટે કોઈ ટીમ નથી મોકલતો. તે લોકો પોતાની મરજીથી અહીંયા આવે છે. એટલા માટે હું તેમના નિકાહની વ્યવસ્થા કરું છું. મારા પૂર્વજોએ હિંદુઓને ધર્માંતરણ કરાવીને ઈસ્લામ ધર્મની સેવા કરી છે. વર્તમાનમાં હું આ મિશનને આગળ વધારી રહ્યો છું અને મારા મૃત્યુ બાદ મારા બાળકો પણ આ મિશનને આગળ વધારશે. (પ્રતિકાત્મક તસવીર)
મૌલવી અબ્દુલ ખાલિક મીથાએ ભારતમાં કથિત ઘરવાપસીના કાર્યક્રમ પર કહ્યું કે ભારતમાં ઘરવાપસીનો કાર્યક્રમ એટલા માટે ઠંડો પડી ગયો કારણ કે અમારા ત્યાં કોઈ હિંદુ છોકરી સાથે જબરદસ્તી નથી કરવામાં આવી.ભારતમાં ઘરવાપસી કાર્યક્રમમાં પાકિસ્તાન અને ઈસ્લામને નીચા દેખાડવા માટે આ કાર્યક્રમ હતો. જો પાકિસ્તાનમાં એકપણ હિંદુ છોકરીનું જબરદસ્તી ધર્માંતરણ થયું હોત તો ભારત સૌથી પહેલા યૂએનમાં જાત. પરંતુ તેણે આમ ન કર્યું.