જકાર્તા- પૃથ્વી પર સૌથી ઝડપે ડૂબનારા શહેરોમાંથી એક જકાર્તાને લઈને પર્યાવરણ નિષ્ણાતોએ ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, જો આ ગતિ રહી તો, જકાર્તાનો એક તૃતિયાંશ ભાગ 2050 સુધીમાં ડૂબી જશે. જકાર્તામાં અંદાજે 10 મિલિયન લોકોના ઘર છે.
દાયકાઓથી ભૂજળ ભંડાર અનિયંત્રિત શોષણ, સમુદ્રની વધતી જતી સપાટી અને ઝડપથી બદલાતા મોસમ આ કારણોમાં સામેલ છે. આમાંથી કેટલાક હિસ્સાઓ અત્યારથી જ ગાયબ થવાનું શરુ થઈ ગયા છે.
વર્તમાન પર્યાવરણીય ઉપાયોનો ખુબજ ઓછો પ્રભાવ પડી રહ્યો છે. જેના માટે સરકાર પણ કડક પગલા લઈ રહી છે. જેથી દેશની રાજધાનીને બદલવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિક રિપોર્ટ અનુસાર રાજધાનીના નવા સ્થાનની ટૂંક સમયમાં જ જાહેરાત થઈ શકે છે.
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોએ ટ્વીટ કરીને કહ્યું કે, અમારા દેશની રાજધાની બોર્નિયો દ્વિવીપ સ્થળાતરિત થઈ જશે. દેશના પ્રશાસનિક અને રાજકીય કેન્દ્રને સ્થળાંતરિત કરવું રાષ્ટ્રીય સંરક્ષણનો એક ભાગ હોય શકે છે, પરંતુ આ જકાર્તા માટે પ્રભાવીરૂપે મોતની ઘંટી સમાન છે.