નવી દિલ્હીઃ શું તમે એ સ્થિતીની કલ્પના કરી શકો છે કે જ્યારે તમે સવારે ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યા હોય અને એક રોબોર્ટ તમારા ઘરની સફાઈથી લઈને નાસ્તો તૈયાર કરીને આપની સામે મૂકી દે? તમે ઘરેથી બહાર નિકળો અને એક ઉડતી કાર તમને તમારી ઓફિસ સુધી પહોંચાડી દે. રસ્તામાં આપને જ્યાં પણ પાર્ક દેખાય તેમાં રોબોટિક ડાયનારસોર ફરતા દેખાય. ઓફિસ કામ ખતમ કર્યા બાદ તમે ઘરે આવતા હોય ત્યારે આકાશમાં કૃત્રીમ ચંદ્ર પ્રકાશ પાથરી રહ્યો હોય અથવા કૃત્રિમ વરસાદ આપને પ્રફુલ્લીત બનાવી રહ્યો હોય.
આ બધુ વાસ્તવમાં હોલીવુડની કોઈ સાયન્સ ફિક્શન જેવું લાગી રહ્યું છે. સાઉદી અરબ વાસ્તવમાં દુનિયાનું સૌથી આધુનિક શહેર નિયોમ વસાવી રહ્યું છે જેને બનાવવામાં 32 લાખ કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. નિયોમ નામનું આ શહેર ન્યૂયોર્ક સીટીથી આઠ ગણું વધારે મોટું હશે. અહીંયા ઘણી આધુનિક કંપનીઓને વસાવવામાં આવી રહી છે અને આ શહેરમાં રોજ-બરોજનું કામ રોબોર્ટ્સ કરશે.
ભારત સરકાર પણ સાઉદીના નિયોમ જેવા પ્રોજેક્ટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં 500 અબજ ડોલરના રોકાણની યોજના બનાવી રહી છે. એમબીએસના નામથી જાણીતા સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સે 24 ઓક્ટોબર 2017ના રોજ નિયોમ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. નિયોનો અર્થ છે નવું અને એમનો મતલબ છે ભવિષ્ય.
એવું કહેવામાં આવી રહ્યું છે કે NEOM માં સરકારી કાયદા નહી ચાલે, પરંતુ આ શહેરના પોતાના આંતરરાષ્ટ્રીય સ્તરના કાયદા હશે અને આ શહેર 2030 સુધી બનીને તૈયાર થઈ જશે.
સાઉદી અરબમાં 500 બિલિયન ડોલરથી નિયોમ વસાવવામાં આવી રહ્યું છે. સાઉદી કિંગે વર્ષ 2017માં 26,500 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં હાઈટેક હબ બનાવવાની જાહેરાત કરી હતી. આનો ઉદ્દેશ્ય રોજગાર પેદા કરવાનો અને વિદેશી રોકાણ વધારવાનો હતો. આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ અનુસાર જાપાનની સોફ્ટબેંક સહિત ઘણી કંપનીઓ નિયોમમાં રોકાણ કરી રહી છે.
વાસ્તવમાં સાઉદી અરબ હવે માત્ર તેલ પરની નિર્ભરતા ઘટાડવાના હિસાબથી રોકાણ અને રોજગાર વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. નિયોમ ટેક્નોલોજીના મામલે બ્લોક પૈંથરના વકાંડા જેવું હોઈ શકે છે. આ શહેરમાં ભણાવવા માટે એક હોલોગ્રામ ફેકલ્ટી હશે. અહીંયા રહેનારા લોકોને જીનેટિક રુપથી મજબૂત બનાવવામાં આવશે. કૃત્રિમ વરસાદથી શહેરમાં વાતાવરણ બનેલું રહેશે.