54 વર્ષમાં સૌથી લાંબું સૂર્યગ્રહણઃ નાસાની અદભુત તૈયારી

નવી દિલ્હીઃ સૂર્યગ્રહણને લઈને વિશ્વભરના લોકો ઉત્સાહિત છે. વર્ષનું આ પહેલું અને છેલ્લાં 54 વર્ષોમાં થનારું પહેલું સૌથી લાબું સૂર્યગ્રહણ હશે. ઉત્તર અમેરિકાના કેટલાક ભાગોમાં પૂર્ણ સૂર્યગ્રહણ દેખાશે અને ચાર મિનિટ અને નવ સેકન્ડ સુધી આ જગ્યાએ સંપૂર્ણ રીતે અંધારું છવાઈ જશે. એ પાછલા સૂર્ય ગ્રહણોની તુલનામાં ઘણું લાંબું છે. આ સૂર્ય ગ્રહણ માટે નાસાના વૈજ્ઞાનિકોએ કેટલાય પ્રયોગો કરવાની યોજના પણ બનાવી છે.

આજે થનારી once-in-a-lifetime ઇવેન્ટની વાત કરીએ તો પૂર્ણ સૂર્ય ગ્રહણનો અદભુત નજારો આશરે ચાર મિનિટ સુધી આકાશમાં દેખાશે, પણ આકાશમાં વાદળો છવાયેલા હશે તો લોકો એને નહીં જોઈ શકે. અને એટલે જ કેટલાક લોકો જેટ પ્લાન દ્વારા આ ગ્રહણનો પીછો કરશે. નાસાએ ગ્રહણને કેમેરામાં કેદ કરવા માટે જેટ પ્લેન લગાડ્યાં છે.

અમેરિકાનાં વિવિધ શહેરોમાં સૂર્યગ્રહણને લઈને લોકોમાં ખાસ્સો ઉત્સાહ છે અને લોકો એને જોવા માટે કેટલાય પ્રકારની તૈયારીઓ કરી છે. આજે થનારું સૂર્ય ગ્રહણ કેનેડા, ઉત્તરી અમેરિકાથી માંડીને મેક્સિકો સુધી દેખાશે. સૂર્ય ગ્રહણ ભારતીય સમય અનુસાર રાત્રે 9.12 કલાકથી માંડીને રાત્રે 2.22 કલાક સુધી હશે, પણ 5.10 કલાક ચાલનારું આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે.

નાસાની ફન્ડિંગવાળી ત્રણ ટીમે સ્પેસ એજન્સીના WB-57 જેટ પ્લેનમાં વૈજ્ઞાનિક ઉપકરણો અંતરિક્ષમાં મોકલશે. એમાંથી બે ટીમો કોરોનાનો ડેટા કેપ્ચર કરશે, જ્યરે ત્રીજી ટીમ ગ્રહણના વાયુમંડળના ઉપર ઇલેક્ટ્રિકલી ચાર્જથી માંડીને આયનમંડળને માપશે. પૃથ્વીની સપાટીથી 15,000 મીટર ઉપર આ જેટ પ્લેન વાદળો પર ફરશે અને કેમેરાથી ફોટો ખેંચશે.