નવી દિલ્હીઃ પાકિસ્તાને એક મહિના જેટલા લાંબા સમય બાદ પોતાના બંધ એરસ્પેસને વિમાનો માટે ખોલી દીધું છે. હવે ભારતીય એરલાઈન્સ પણ પાકિસ્તાનના એરસ્પેસનો ઉપયોગ કરી શકશે. પરંતુ આમાં એક તરફથી જ છૂટ આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના કેમ્પ પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદથી પાકિસ્તાન પોતાના એરસ્પેસમાં ભારતીય વિમાનોના દાખલ ખવા પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધને લઈને યૂરોપ અને અમેરિકાની ઉડાનો માટે એર ઈન્ડિયાને લાંબુ ચક્કર લગાવવું પડી રહ્યું છે. આને લઈને પેટ્રોલની વધારે ખપત થવાની એર ઈન્ડિયાને રોજ આશરે પાંચથી સાત કરોડ રુપિયાનું નુકસાન થઈ રહ્યું છે.
ભારતીય સિવિલ એવિએશન મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાને એર સ્પેસનો ઉપયોગ કરવા માટે શરતો સાથે કેટલીક છૂટ આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ એરસ્પેસથી ભારતીય વેસ્ટબાઉન્ડ ફ્લાઈટ જ જઈ શકે છે.
પશ્ચિમ તરફ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટો હવે પાકિસ્તાનના એર સ્પેસથી પસાર થઈને નહી જઈ શકે. તેમને યૂરોપ અને ઉત્તરી અમેરિકા જવા માટે દક્ષિણ બાજુ થઈને એટલે ગુજરાત પરથી પસાર થઈને અરબ સાગર પાર કરીને જવું પડે છે. એર ઈન્ડિયા માટે સૌથી વધારે મુશ્કેલી ઉભી કરનારી યાત્રામાં અમેરિકાના પૂર્વી તટ-વોશિંગ્ટન-ન્યૂયોર્ક અને શિકાગો જનારી ઉડાનો છે.
આંતરરાષ્ટ્રીય ઉડાનોના ક્ષેત્રમાં એર ઈન્ડિયા પાસે ખૂબ મોટો ભાગ છે ઘણા એવા સ્થાન પણ છે કે જ્યાં માત્ર ઈન્ડિયાના વિમાનો જ જાય છે. એર ઈન્ડિયાના વિમાન 37 વિદેશી ગંતવ્ય માટે ઉડાન ભરે છે. આ પૈકી લગભગ અડધા ગંતવ્યા અમેરિકા અને યૂરોપમાં છે. યૂરોપમાં એર ઈન્ડિયા લંડન, પેરિસ, ફ્રૈંકફર્ટ સહિત 10 સ્થાનો માટે વિમાનોનું પરિચાલન કરે છે. તો અમેરિકામાં ન્યૂયોર્ક અને શિકાગો સહિત પાંચ સ્થાનો માટે એર ઈન્ડિયા ઉડાન ભરે છે.
પાકિસ્તાનનું એરસ્પેસ બંધ થવાના કારણે યૂરોપ અને અમેરિકાથી ભારત આવનારી ઘણી ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. પાકિસ્તાની એરસ્પેસથી પસાર થતા યૂરોપથી ભારતનો રુટ નાનો અને ફાયદાકારક છે.