બેરુત: સીરિયાના રણ વિસ્તારમાં ઈસ્લામિક સ્ટેટના હુમલામાં છેલ્લા 48 કલાકમાં દમિશ્ક અને તેના સહયોગીઓના 27 લડવૈયાઓના મોત થયાં છે. સીરિયાના ગૃહ યુદ્ધ પર નજર રાખી રહેલી બ્રિટેન સ્થિત સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સે કહ્યું કે, મૃતકોમાં સીરિયાઈ સેનાના 4 વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ છે.
ISનો પ્રચાર એકમ અમાકે જણાવ્યું કે, તેમના લડવૈયાઓએ હુમલા કર્યા. આઈએસ પૂર્વ સીરિયામાં ગત મહિને કુર્દના નેતૃત્વ ધરાવતા દળો સામે તેમનું અંતિમ ગઢ હારી ગયું પરંતુ તેમણે સીરિયા અને ઈરાક બંને જગ્યાઓ પર રેગિસ્તાન તેમજ પર્વતીય વિસ્તારના ઠેકાણાઓ પર ફરીથી કબ્જો કરી લીધો.
થોડાસમય પહેલાં આતંકી સંગઠન ISISનો ખાતમો બોલાવી દેવાયો હોવાની જાહેરાતો થઈ હતી તેવામાં આ પ્રકારનો હુમલો સામે આવતાં આ સંગઠન ફરી બળવત્તર બનશે તેવો ભય સામે આવ્યો છે.