નવી દિલ્હીઃ સિંગાપુરમાં ભારતીય મહિલાને બે લોકો પર તેને દેહ વ્યાપારમાં ધકેલવાના ખોટા આરોપ લગાવવાના મામલામાં બે સપ્તાહની જેલની સજા સંભળાવવામાં આવી છે. તે નથી ઈચ્છતી કે તેના પતીને ખ્યાલ આવે કે તે સિંગાપુરમાં શું કામ કરી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મુરુગિયન નામની 24 વર્ષીય મહિલાએ ગત વર્ષે પોલીસ ફરિયાદ કરી હતી કે એક વ્યક્તિ અને એક મહિલાએ તેને દેહ વ્યાપારમાં ધકેલી હતી.
તેણે મધ્ય પોલીસ મંડળના નિરીક્ષક મહોમ્મદ રફીક મહોમ્મદ ઈસહાકને ખોટી જાણકારી આપવાની વાતનો સ્વિકાર કર્યો છે. કોર્ટના દસ્તાવેજોમાં એ જાણકારી નથી કે તે સિંગાપુરમાં શું કરતી હતી. ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટર ગ્રેસ ગોહે કોર્ટને જણાવ્યું કે મુરુગિયને પોલીસ છાવણી પર પરિસરમાં એક નવેમ્બરના રોજ પોતાનું નિવેદન નોંધાવવાના સમયે પોલીસ નીરિક્ષક સાથે ખોટુ બોલી હતી.
વ્યક્તિ અને મહિલાને બાદમાં પકડવામાં આવી હતી જો કે મહિલાએ બીજા જ દિવસે બપોરના સમયે અઢી વાગ્યે પોતાના જૂઠનો સ્વિકાર કર્યો હતો. તેણે કોર્ટ પાસેથી માફીનો અનુરોધ કર્યો કારણ કે તેને ભારતમાં પોતાના પરિવારનું ધ્યાન રાખવાનું હોય છે. ન્યાયાધીશ ટૈને કહ્યું કે તેના જૂઠ્ઠાણાના કારણે બે લોકોની ધરપકડ કરવામાં આવી. તેમણે મુરુગિયનને જેલની સજા સંભળાવી.