નવી દિલ્હીઃ ભારતીય મૂળના એક ન્યૂરોલોજિસ્ટને સિંગાપુરમાં પોતાનું લગ્નજીવન તોડવું મોંઘુ પડી ગયું. કોર્ટે તેની પત્ની અને બાળકોની દેખરેખ માટે 1.27 અબજ આપવાનો આદેશ સંભળાવ્યો. ઉલ્લેખનીય છે કે આ આદેશ સિંગાપુરની બ્રિટિશ કોલંબિયા કોર્ટે ડો. ગોવિંદનાથન દેવતાસનને આપ્યો છે. કોર્ટે સુનાવણી દરમિયાન દેવતાસનના વ્યવહારને નિંદનીય ગણાવ્યો.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોવિંદનાથને ક્રિસ્ટી સાથે 1997માં લગ્ન કર્યા હતા. આ દરમિયાન શરુઆતમાં બંનેનો એકબીજા સાથેનો તાલમેલ યોગ્ય હતો. પરંતુ બાદમાં ગોવિંદનાથનના વ્યવહારમાં બદલાવ આવ્યો, 2015 અને 2016માં બંન્ને વચ્ચે વિવાદ વધી ગયો. ત્યારબાદ ક્રિસ્ટીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ડો. દેવતાસનની એક પોતાની હોસ્પિટલ છે અને તેઓ ખૂબ અમીર છે. તેમની પાસે ઘણી મોંઘી ગાડીઓ, જ્વેલરી અને અન્ય સંપત્તિ છે. તો આ સાથે જ કેનેડા, અમેરિકા, સિંગાપુર, થાઈલેન્ડ અને મલેશિયામાં પણ તેમની ઘણી સંપત્તિઓ છે.