નવી દિલ્હી- વિશ્વમાં બહુચર્ચિત કાહિનૂર હીરાને લઈને ચોંકાવનારી વાત સામે આવી છે. મહારાજા દિલીપ સિંહે કોહિનૂર હીરો અંગ્રેજોને આપ્યો નહતો, પરંતુ જાતે જ આ કિંમતી હીરાને ઈંગ્લેન્ડની મહારાણીને સમર્પિત કર્યો હતો. આ માહિતી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે એક RTIના જવાબમાં આપી હતી.ઉલ્લેખનીય છે કે, લુધિયાણાના એક સામાજિક કાર્યકર્તાએ RTI અંતર્ગત માહિતી માગી હતી કે, કઈ પરિસ્થિતિમાં કોહિનૂર હીરો અંગ્રેજોને સોંપાયો હતો. સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું કે, ‘મેં એક મહિના પહેલાં વડાપ્રધાન કાર્યાલયનેમાં RTI કરી હતી પરંતુ મને જાણ નહતી કે, મારી RTIને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મોકવી આપવામાં આવી છે. જેથી મારા પ્રશ્નનો જવાબ ASI દ્વારા આપવામાં આવ્યો છે.
RTIમાં એવો પણ સવાલ કરવામાં આવ્યો હતો કે, ભારતીય અધિકારીઓએ ઇંગ્લેન્ડને કોહિનૂર હીરો ભેટ આપ્યો હતો કે કોઇ અન્ય કારણોસર તેને આપવાની ફરજ પડી હતી. ASIએ જવાબ આપ્યો છે કે, રેકોર્ડ મુજબ મહારાજા દુલીપસિંહ અને લોર્ડ ડેલહાઉસી વચ્ચે 1849માં લાહોર સંધિ થઇ હતી, જે મુજબ કોહિનૂર હીરો મહારાજાએ ઇંગ્લેન્ડની મહારાણીને સોંપ્યો હતો.