સ્પેસ ક્ષેત્રમાં ભારતે ચીનને આપ્યો કડક જવાબ…વાંચો વધુ વિગતો…

થિંફૂઃ સ્પેસ ક્ષેત્રમાં પાડોશી દેશો વચ્ચે ચીનના વધતા પ્રભાવને જોતા ભારતે પોતાનું મહત્વ સ્થાપિત કરવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. વિદેશ મંત્રાલયે નિર્ણય કર્યો છે કે ચીનના વધી રહેલા પ્રભાવને પહોંચી વળવા માટે ભૂટાન, નેપાળ, માલદીવ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં 5 મોટા ગ્રાઉન્ડ સ્ટેશન અને 500 નાના ટર્મિનલ બનાવવામાં આવશે.

ક્ષેત્રીય સહભાગિતા સિવાય પાડોશી દેશોમાં ટ્રેકિંગ અને રિસીવિંગ સેન્ટર્સ બનાવવાથી ભારતને મોટા ફાયદા થઈ શકે છે. આ સ્ટેશન્સ અને ટર્મિનલ્સની મદદથી ટેલિવિઝન બ્રોડકાસ્ટથી લઈને ફોન, ઈન્ટરનેટ, આપદા પ્રબંધન અને ટેલિ મેડિસન જેવા એપ્લિકેશન કરી શકાશે. ઈસરો પણ આ ગ્રાઉન્ડ સ્ટેશન્સની મદદથી પોતાના સેટેલાઈટ્સથી સંપર્ક બનાવી શકશે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર આમાં સૌથી પ્રથમ ગ્રાઉન્ડ સ્ટેશન ભૂટાનની રાજધાની થિંફૂમાં બની રહ્યું છે અને આ 9 જાન્યુઆરીથી કમીશનિંગ માટે તૈયાર થશે. તો શક્યતાઓ એવી પણ છે કે આનું ઉદ્ઘાટન 15 સુધી થઈ જાય. ભારતીય કંપની અલ્ફા ડિઝાઈન ટેક્નોલોજીસ આ પ્રોજેક્ટને લાગૂ કરી રહી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રાઉન્ડ સ્ટેશન સાથે જોડાયેલા 100 VSAT પણ બનાવવામાં આવશે જેનાથી ભૂટાનના દૂરસ્થ વિસ્તારોમાં ટીવી બ્રોડકાસ્ટિંગની સુવિધા પહોંચી શકશે. થિંફૂ ભારતના સ્ટેશનને તિબ્બતમાં ચીનના સેટેલાઈટ ટ્રેકિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો જવાબ માનવામાં આવી રહ્યો છે.

આવો જ એક પ્રોજેક્ટ અફઘાનિસ્તાનમાં પણ ઉભો કરવામાં આવશે. ઈસરોના ચેરમેન સિવાન કે એ જણાવ્યું છે કે વિદેશ મંત્રાલય અને ઈસરો આ મિશનને લઈને અત્યંત ગંભીર છે અને ઈસરો તમામ સપોર્ટ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે તે પોતાના લોકોને અન્ય દેશોમાં મોકલીને સેટેલાઈટ સેવાઓનો ઉપયોગ કરાવવામાં મદદ પણ કરશે. આ દિશામાં આગળની યોજનાઓ માટે 12 ડિસેમ્બરના રોજ આ દેશોના પ્રતિનિધિઓ સાથે નવી દિલ્હીમાં વાત કરવામાં આવી હતી.