નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં ઘસીને એરસ્ટ્રાઈક બાદ ભારત હવે અન્ય સરહદોને પણ સુરક્ષિત કરવાના કામમાં લાગ્યું છે. આ કડીમાં ભારતીય સેનાએ મ્યાંમારની સેના સાથે મળીને ચલાવેલા એક ઓપરેશનમાં મ્યાંમાર સીમા પર એક ઉગ્રવાદી સમૂહ સાથે સંબંધિત 10 શિબિરોને નષ્ટ કરી દીધી છે. ઓપરેશન સનરાઈઝ એક મોટું સર્ચ ઓપરેશન હતું, જેમાં ચીન દ્વારા સમર્થિત કચિન ઈન્ડિપેન્ડેટ આર્મીના એક ઉગ્રવાદી સંગઠન, અરાકાન આર્મીને નિશાને લેવામાં આવી.
પ્રાપ્ત વિગતો અનુસાર શિબિરોને માન્યાંમારની અંદર નષ્ટ કરવામાં આવી છે અને આ ગહન અભિયાન 10 દિવસમાં પૂર્ણ થયું છે. ભારતીય સેનાએ મ્યાંમારને અભિયાન માટે હાર્ડવેર અને ઉપકરણો ઉપલબ્ધ કરાવ્યા હતા, જ્યારે આણે સરહદ પર મોટી સંખ્યામાં દળોને તહેનાત કરવામાં આવ્યાં હતાં.
આ ઓપરેશન એ વાતની જાણકારી મળ્યાં બાદ ચલાવવામાં આવ્યું કે ઉગ્રવાદી કોલકત્તાના સમુદ્ર માર્ગ દ્વારા મ્યાંમારના સિતવા સાથે જોડનારી વિશાળ અવસંરચના પરિયોજનાને નિશાન બનાવી રહ્યા છે. આ પરિયોજના કોલકત્તાથી સિતવેના રસ્તે મિઝોરમ પહોંચવા માટે એક અલગ માર્ગ પ્રાપ્ત કરાવનારી છે. આ પરિયોજના 2020 સુધી પૂર્ણ થઈ જશે.
આ પહેલા પણ ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક દ્વારા જૈશ-એ-મહોમ્મદના આતંકી કેમ્પોને નષ્ટ કર્યા હતા. જ્યારે સર્જિકલ સ્ટ્રાઈક 2 કરીને આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ આતંકીઓને સબક શિખવાડવા માટે તેમના કેમ્પ પર હુમલો કર્યો હતો.