વિશ્વ સામે આર્થિક અને આરોગ્યની બેવડી ગંભીર સમસ્યાઃIMF

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)નાં પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જિવાએ કહ્યું હતું કે કોરોના વાઇરસને કારણે વૈશ્વિક મંદીનો પ્રારંભ થયો છે. તેમણે કહ્યું હતું કે 2020ની મંદી 2008ની નાણાકીય કટોકટીથી વધુ ગંભીર છે. આ બેવડું સંકટ છે. હાલ આર્થિક અને આરોગ્યની બેવડી સમસ્યા ગંભીર છે, એમ તેમણે કહ્યું હતું.

રોજગારી મુદ્દે સાથે કામ કરવાની જરૂર

વિશ્વભરમાં કોવિડ-19થી જંગમાં જીવન બચાવવા અને આજીવિકાના રક્ષણ માટે સાથે મળે કામ કરીને આવશ્યકતા છે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના આંકડા અનુસાર હાલમાં વિશ્વભરમાં કોવિડ-19થી 11 લાખથી વધુ લોકો સંક્રમિત થે, જેમાં 50,00થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

લોકડાઉનથી કામચલાઉ મજૂરોને ખાવાના ફાંફાં

દેશભરમાં 21 દિવસ સંપૂર્ણ લોકડાઉન છે, જેને કકારણે દૈનિક મજૂરો અને કામચલાઉ મજૂરોમોટી સંખ્યામાં છે, વળી, હાલમાં કારખાનાં અને ઉત્પાદન એકમો બંધ છે, જેની સૌથી પ્રતિકૂળ અસર કામચલાઉ મજૂરો પર પડી છે. તેમને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે.

લોકડાઉનમાં રાહતની અપીલ

કેટલાક આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો સરકારને સલાહ આપી રહ્યા છે કે લોકડાઉનની વચ્ચે થોડી રાહત આ મજૂરોને ધ્યાનમાં રાખીને આપવામાં આવે. તેમનું કહેવું છે કે જો લોકડાઉન લાબું ચાલ્યું તો એ ભારતની વસતિનો એક મોટો હિસ્સો ભૂખથી મરી જશે. મનરેગા જેવી યોજનાથી લાખ્ખો ગરીબો વંચિત છે. IMFએ કહ્યું હતું કે લોકડાઉનની સાથે સરકારોએ આજીવિકાને પણ સુરક્ષિત કરવાની જરૂર છે.

ફિચનો અંદાજ બે ટકા

કોરોનાને કારણે અને ત્યાર બાદની પરિસ્થિતિને લીધે ભારતમાં ગંભીર સ્થિતિ ઊભી થઈ રહી છે. જેથી તમામ રેટિંગ એજન્સીઓએ ગ્રોથ રેટ ઘટાડી દીધો છે. ફિચે પણ વર્ષ 2019-20 માટે આર્થિક વિકાસ દર ઘટાડીને બે ટકા કર્યો છે, જ્યારે વર્ષ 2020-21 માટે એ 5.6 ટકાથી ઘટાડીને 5.1 ટકા કર્યો હતો.

મૂડીઝે 2.5 ટકા અંદાજ્યો

માર્ચ મહિનામાં મૂડીઝ ઇન્વેસ્ટર્સે 2020ના કેલેન્ડર વર્ષ માટે આર્થિક વૃદ્ધિદર 2.5 ટકા અંદાજ્યો હતો. જે આ પહેલાં 5.3 ટકા અંદાજ્યો હતો.

ADBએ ચાર ટકા અંદાજ્યો

એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB)એ કહ્યું હતું કે કોરોનાને કારણે નાણાકીય વર્ષ 2020 આર્થિક વિકાસ દર ચાર ટકા થશે અને આ રોગચાળાને કારણે વૈશ્વિક અર્થતંત્રને 4.1 ટ્રિલિયન ડોલરનું નુકસાન થવાનો અંદાજ મૂક્યો હતો.