હેગઃ આંતરરાષ્ટ્રીય કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારત-પાકિસ્તાનને સાંકળતો વધુ એક કેસ કુલભૂષણ જાધવ વિશે સુનાવણી સોમવારથી શરુ થઈ છે. ચાર દિવસ યોજાનારી આ ચૂંટણીમાં આજે ભારતે પોતાનો પક્ષ નામદાર કોર્ટ સમક્ષ મૂક્યો છે. મંગળવારે પાકિસ્તાન પોતાની દલીલો કરશે.
ભારત તરફથી કુલભૂષણ જાધવ કેસમાં વકીલ હરીશ સાલ્વેએ હેગની કોર્ટમાં વકીલાત કરી રહ્યાં છે જ્યારે પાકિસ્તાન તરફથી ખ્વાર કુરૈશી વકીલ છે. પાકિસ્તાને આ કેસને લઈને પોતાની ખાસ ટીમ મોકલી છે અને તેની આગેવાની એટોર્ની જનરલ મંસૂરખાન કરી રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે આ બંને વકીલો સામસામે મળ્યાં ત્યારે ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાની પ્રતિનિધિ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું.
ભારતના વકીલ હરીશ સાલ્વેએ આઈસીજે સમક્ષ જણાવ્યું કે કુલભૂષણ જાધવના કાઉન્સિલર એક્સેસ માટે પાકિસ્તાનને ત્રણ માસનો સમય કેમ જોઇએ છે. સાલ્વેએ જણાવ્યું કે કાઉન્સિલર એક્સેસ વિના કુલભૂષણ જાધવની ધરપકડને ગેરકાનૂની ઘોષિત કરવી જોઇએ. પાકિસ્તાને વિના વિલંબે કાઉન્સિલર એક્સેસ આપવું જોઇએ.
ભારત તરફથી વધુ દલીલો 20 ફેબ્રુઆરીએ સાંજે સાડા સાતથી લઈ નવ વાગ્યા સુધી ચાલશે. 21મીએ રાત્રે નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી પાકિસ્તાન પોતાની દલીલો પેશ કરશે. આઈસીજે સમક્ષ ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવ્યું કે જાધવને કાઉન્સિલર એક્સેસ ન આપીને પાકિસ્તાને વિએના કન્વેર્શનનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન જણાવે છે કે ભારત સાથેના કરાર પ્રમાણે જાસૂસીના આરોપમાં ઘરપકડ કરાયેલી વ્યક્તિને કાઉન્સિલર એક્સેસ આપવાની જોગજાઈ નથી. આઉપરાંત સજા આપવાના મામલામાં પાકિસ્તાનનું અધિકારક્ષેત્ર શું છે તેના પર દલીલ થષે. કોર્ટ બંને પક્ષને સાંભળ્યાં પછી પોતાનો અંતિમ નિર્ણય સંભળાવશે.
આપને જણાવીએ કે કુલભૂષણ જાધવ કેસ 2016થી અટકેલો છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે જાસૂસીના આરોપમાં 3 માર્ચ 2016ના રોજ બલૂચિસ્તાનથી તેની ધરપકડ કરી હતી. અને આરોપ મૂકાયો છે કે તેણે ઈરાનના રસ્તે ગેરકાનૂની રીતે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત અન્ય આરોપો મૂકીને પાકિસ્તાન સૈન્ય અદાલતમાં ચાલેલી કાર્યવાહીમાં 10 એપ્રિલ 2017ના રોજ જાધને મોતની સજા સંભળાવી છે. આના વિરુદ્ધ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી છે જે સંદર્ભે સોમવારથી સુનાવણી શરુ કરવામાં આવી છે.
ભારતે જાધવની મોતની સજા રદ કરવાની આઈસીજે સમક્ષ ધા નાંખી છે. આ પહેલાં થયેલી સુનાવણીમાં આઈસીજેએ પાકિસ્તાનને જાધ વિરુદ્ધ કોઇપણ કાર્યવાહી કરવા પર મનાઈ ફરમાવી દીધેલી છે. આઈસીજેમાં અંતિમ નિર્ણય નહીં થાય ત્યાં સુધી પાકિસ્તાન જાધવ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે.