હ્યૂસ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ડેમોક્રેટિક ઉમેદવાર બનવાના દાવેદારોમાં સમાવિષ્ટ તુલસી ગબાર્ડે કહ્યું છે કે “હાઉડી મોદી” અમેરિકાના ભારતીય-અમેરિકીઓ અને હિન્દુ અમેરિકીઓને સાથે લાવી રહ્યું છે. ગબાર્ડ અમેરિકી કોંગ્રેસમાં પ્રથમ હિન્દુ મહિલા છે.
ગબાર્ડે કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે “હાઉડી મોદી” અમેરિકી કોંગ્રેસમાં મારા ઘણા સહકર્મિઓ સહિત આખા દેશમાં ભારતીય-અમેરિકી અને હિન્દુ અમેરિકી લોકોને સાથે લાવી રહ્યું છે. વડાપ્રધાન મોદી હ્યૂસ્ટનમાં એનઆરજી સ્ટેડિયમમાં “હાઉડી મોદી” કાર્યક્રમમાં 50,000 થી વધારે લોકોને સંબોધિત કરશે. આ દરમિયાન તેમની સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઉપસ્થિત રહેશે. ટ્રમ્પ સિવાય આમાં અમેરિકી સરકારના ઘણા ટોચના અધિકારીઓ, કોંગ્રેસ સદસ્યો અને મેયર શામિલ થશે.
ગબાર્ડે કહ્યું કે, ભારત દુનિયાનો સૌથી પ્રાચીન અને વિશાળ લોકતંત્ર વાળો દેશ છે અને અમેરિકાના મુખ્ય સહયોગીઓ પૈકી એક છે. તેમણે કહ્યું કે, જો ભારત અને અમેરિકા જળવાયુ પરિવર્તન, પરમાણુ યુદ્ધ અને પરમાણુ પ્રસારને રોકવા અને લોકોને આર્થિક સ્તર પર વધારે મજબૂત કરવા જેવા દુનિયાને પ્રભાવિત કરનારા મામલાઓને પતાવવા માંગે છે તો બંન્ને દેશોએ સાથે મળીને કામ કરવું પડશે.