વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસ પાસે ગોળીબાર, 1 વ્યક્તિનું મોત, 5ની હાલત ગંભીર

વોશિંગ્ટનઃ અમેરિકાની રાજધાની વોશિમગ્ટનમાં સ્થાનીય સમય અનુસાર રાત્રે આશરે 10 વાગ્યે અંધાધુંધ ગોળીબાર થયો છે. આ ઘટનામાં ઘણા લોકોની ગોળીઓ વાગી છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે. પાંચ લોકો ઘાયલ પણ થયા છે. ગોળીબાર જ્યાં થયો તે જગ્યા વ્હાઈટ હાઉસથી થોડી જ દૂર આવેલી છે.

જે જગ્યાએ ગોળીબારની ઘટના બની હતી તે વિસ્તાર સ્થાનિક પોલીસે કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. સ્થાનિક મીડિયાના જણાવ્યાનુસાર, વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ પાસે મોડી રાતે ગોળીબારનો અવાજ સંભળાયો હતો અને ત્યારપછી એમ્બ્યુલન્સમાં ઘણાં લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

આ ઘટનામાં ઘણાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી મળી છે. જે જગ્યાએ ગોળીબાર થયો છે તે જગ્યા અમેરિકન રાષ્ટ્રપતિના વ્હાઈટ હાઉસથી માત્ર 3 કિમી જ દૂર છે. સ્થાનિક ટીવી ચેનલ ફોક્સ-5ના જણાવ્યા પ્રમાણે 6 લોકોને ગોળી વાગી છે. તેમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]