વોશિંગ્ટનઃ પહેલીવાર અમેરિકા તાલિબાન સાથે ગંભીર વાર્તા કરી રહ્યું છે. ટ્રમ્પે આતંકી સંગઠન સાથે પોતાના પ્રશાસનની વાતનો ઉલ્લેખ કરતા આ વાત કહી છે.
અફઘાનિસ્તાનમાં સુમેળ માટે અમેરિકાના વિશેષ પ્રતિનિધિ જાલમે ખલીલજાદના તાલીબાન સાથે પોતાની વાર્તાનો બચાવ કરવા અને કોઈ નિર્ણય પર પહોંચવા વિરુદ્ધ આગાહ કર્યાના કેટલાક કલાકો બાદ ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. ખલીલજાદે કહ્યું કે તાલિબાન અધિકારીઓ સાથે તેમની એક સપ્તાહ સુધી ચાલેલી બેઠક પોઝીટીવ રહી છે. તો અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ યુદ્ધગ્રસ્ત દેશથી અમેરિકાના સૈનિકોની વાપસીને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરુઆતમાં ખલીલજાદે જાહેરાત કરી હતી કે તેઓ કતરમાં છ દિવસની ચર્ચા બાદ શાંતિ સમજુતી માટે એક મત પર પહોંચ્યા છે. તાલિબાન કાબુલ સાથએ વાર્તામાં અવશ્ય જોડાશે અને સાથે તે સંઘર્ષ વિરામ માટે પણ રાજી થશે.
ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું છે કે હું આપને એ ન કહી શકુ કે આની ગેરન્ટી છે કારણ કે અમેલોકો અફઘાનિસ્તાનમાં 19 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અને પ્રથમવાર તેઓ એક સમજુતીની વાત કરી રહ્યા છે જો આવું થાય છે તો અમે અમારા લોકોને ઘરે પાછા લાવી શકીશું. તેમણે જણાવ્યું કે જોઈએ આગળ શું થાય છે પરંતુ તેઓ પ્રથમ વાર બહુ ગંભીર વાર્તા કરી રહ્યા છે.