ઉ. કોરિયાએ તમામ પરમાણુ સામગ્રી નષ્ટ કરવાનો સંકલ્પ લીધો છેઃ US દૂત બીગન

વોશિંગ્ટનઃ અમેરિકાના વિશેષ દૂત સ્ટીફન બીગને જણાવ્યું છે કે ઉત્તર કોરિયાએ પોતાના તમામ પરમાણુ સામગ્રી સંવર્ધન કેન્દ્રોને નષ્ટ કરવાનો સંકલ્પ કર્યો છે. સ્ટીફન બીગને કહ્યું છે તે સંબંધિત ઉપાયો પર ચર્ચા કરવાની યોજના બનાવી રહ્યા છે જેથી અમેરિકાને પરમાણુ નિરસ્ત્રીકરણની તરફ લઈ જઈ શકે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા પણ કહ્યું છે કે આ મુદ્દા પર બંન્ને દેશોએ જબરદસ્ત પ્રગતિ કરી છે. ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે તેઓ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉન સાથે મુલાકાતની તારીખ અને સ્થાનની જલ્દી જ જાહેરાત કરશે. આ પહેલા બંન્ને ગત વર્ષે સિંગાપુરમાં મુલાકાત કરી ચૂક્યા છે.

તો કેલિફોર્નિયાની સ્ટૈનફોર્ડ યૂનિવર્સિટીમાં એક સંબોધનમાં બીગને કહ્યું કે ઉત્તર કોરિયાએ અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિઓ અને દક્ષિણ કોરિયાને આ મામલે વચન આપ્યું છે. તેમણે કહ્યું કે અમેરિકાને પહેલા ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમ સુધી વિશેષજ્ઞોની પહોંચ અને મોનિટરિંગ સિસ્ટમ પર સહમત થવાની જરુર છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ યુદ્ધને પૂર્ણ કરવા માટે તૈયાર છે. અમે ઉત્તર કોરિયા પર હુલો કરવા નથી જઈ રહ્યા. અમે આની સરકારને પાડવાના પ્રયત્નો નથી કરી રહ્યા. જો કે બીગને પોતાની વાતમાં એ સ્પષ્ટતા કરી કે અમેરિકા ઉત્તર કોરિયામાં પોતાના ઉત્તર કોરિયાઈ સમકક્ષ સાથે ચર્ચા માટે મુલાકાત કરશે.