ટ્રમ્પના દિલ્હીના નિવેદનની પ્રતિક્રિયા આપતાં બર્ની સેન્ડર્સે કહ્યું, ફેઇલ્યોર ઓફ લીડરશિપ   

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે દિવસે દિલ્હીમાં હતા, એ દિવસે દિલ્હીનાં તોફાનો એની ચરમસીમા પર હતાં. સાંજે પત્રકાર પરિષદમાં ટ્રમ્પને જ્યારે દિલ્હી હિંસા વિશે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે આને ભારતનો આંતરિક મામલો ગણાવ્યો હતો અને તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારન પ્રભળ દાવેદાર અને અમેરિકી સેનેટર્સ બર્ની સેન્ડર્સે ટ્રમ્પની તીખી આલોચના કરી હતી.

બર્ની સેન્ડર્સે ટ્વીટ કરીને કહ્યું હતું કે 20 કરોડથી વધુ મુસલમાન ભારતને પોતાનું ઘર કહે છે. દિલ્હીનાં તોફાનોમાં અત્યાર સુધીમાં કમસે કમ 27 35 લોકો માર્યા હતા અને કેટલાક ઇજાગ્રસ્ત થયા હતા.ટ્રમ્પે જવાબ આપ્યો હતો કે એ માનવ અધિકારો પર નેતૃત્વની નિષ્ફળતા છે.

બીજી બાજુ આંતરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા મામલા સંબંધી અમેરિકી પંચ (USCIRF)એ દિલ્હીમાં હિંસા પર ચિંતા દર્શાવતાં કહ્યું હતું કે ભારત સરકારને પોતાના નાગરિકોની સુરક્ષા માટે ત્વરિત કાર્યવાહી કરવાની અપીલ છે. પંચના અધ્યક્ષ ટોની પર્કિસે અક નિવેદનમાં કહ્યું હતું કે અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે એ હિંસાનો શિકાર થયેલા લોકો અને અન્ય લોકોને સલામતી પૂરી પાડવા નક્કર પ્રયાસો કરે.

દિલ્હીમાં CAAને લઇને થયેલા તોફાનોમમાં અત્યાર સુધી 35 લોકોનાં મોત થયાં  છે અને 200થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ મામલે દિલ્હી પોલસે 18 એફઆઇઆર નોંધી છે અને 100થી વધુ લોકોની ધરપકડ કરી છે.