વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે તેમની સરકાર આની સમીક્ષા કરે કે શું ગૂગલ ચીન સરકાર સાથે મળીને કામ કરી રહી છે? જો કે દિગ્ગજ ઈન્ટરનેટ કંપનીએ આ આરોપોને ફગાવી દીધા છે.
ટ્રમ્પની આ પ્રતિક્રિયા પ્રૌદ્યોગિકી દિગ્ગજ પીટર થીએલની ટિપ્પણી પર આવી છે. પીટરે કહ્યું હતું કે ગૂગલ ચીનની સરકાર અથવા સેના સાથે મળીને કામ કરી રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટમાં કહ્યું કે પ્રૌદ્યોગિકી ક્ષેત્રના અબજપતિ રોકાણકાર પીટર થિએલનું માનવું છે કે દેશદ્રોહ માટે ગૂગલની તપાસ કરવામાં આવે. ટ્રમ્પે કહ્યું કે તેમણે ગૂગલના ચીન સરકાર સાથે સરકાર સાથે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેઓ એક મહાન પ્રતિભાશાળી વ્યક્તિ છે, જે આ વિષયને અન્ય કરતા વધારે સારી રીતે જાણે છે. ટ્રમ્પ પ્રશાસનને આના પર ધ્યાન આપવું જોઈએ.
તો ગૂગલે આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને થિએલની નીયત પર સવાલ ઉઠાવ્યા છે. ગૂગલે મીડિયાને જણાવ્યું કે અમે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે અમે ચીનની સેના સાથે મળીને કામ નથી કરતા.